Maharashtra : કેબિનેટ મંત્રીના સ્વાગત કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ કહ્યું “તહેવારોમાં પ્રતિબંધ કેમ ?”

|

Sep 05, 2021 | 3:34 PM

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે,જેમાં કેટલાક વીડિયોને (Viral video) લઈને લોકો ટ્રોલ પણ થતા હોય છે, ત્યારે તાજેતરમાં કેબિનેટ મંત્રીના સ્વાગત કાર્યક્રમને લઈને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Maharashtra : કેબિનેટ મંત્રીના સ્વાગત કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ કહ્યું તહેવારોમાં પ્રતિબંધ કેમ ?
maharashtra cabinet minister troll on social media

Follow us on

Maharashtra :  મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આવ્હાડનાને સોશિયલ મીડિયા પર (Social media) આકરી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના ગૃહ નિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયોમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના (Dr.Jitendra Awhad )માટે ભિવંડીમાં એક સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં NCP ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનો વીડિયો કેબિનેટ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને સાથે કેપ્શનમાં લખ્યુ કે, ‘આજે ભિવંડીમાં કાર્યકરોએ ​​આ રીતે સ્વાગત કર્યું.’ તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (Housing and Area development Authority) ભિવંડીમાં 20,000 મકાનો બનાવવામાં આવશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

જુઓ વીડિયો

“તહેવારોમાં પ્રતિબંધ કેમ ?”- સોશિયલ મીડિયા યુઝર્સ

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક સોશિયલ મીડિયા યુઝર્સ લખ્યું કે, “રાજ્યમાં કોરોના મહામારીનું સંકટ હજુ સમાપ્ત થયું નથી. તેથી, મહારાષ્ટ્ર સરકારે હજુ પણ ઘણા પ્રતિબંધો ચાલુ રાખ્યા છે. એક તરફ, રાજ્ય સરકાર (Maharashtra Government) ચેતવણી કરી રહી છે કે જો કોવિડ કેસોમાં વધારો થશે તો ફરી એકવાર કડક પ્રતિબંધો લાદવામાં આવી શકે છે. બીજી બાજુ, રાજ્ય સરકારના મંત્રીઓ જ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે.”જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,  મંત્રીઓના સ્વાગત કાર્યક્રમો થઈ શકે, તો “તહેવારોમાં પ્રતિબંધ કેમ ?” હાલ આ વીડિયોને લઈને કેબિનેટ મંત્રીની (Cabinet Minister) આકરી ટીકા કરવામાં આવી રહી છે.

મુંબઈ AAP દ્વારા પણ આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી તેમણે કહ્યુ કે, સૌથી અગત્યની બાબત એ છે કે સરકાર વારંવાર લોકોને અપીલ કરી રહી છે કે ગીચ વિસ્તારમાં ન જવું. પરંતુ હવે તેમના મંત્રીના સ્વાગત માટે ભીડ એકઠી થઈ રહી છે. આ માત્ર કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન જ નથી, તે ટ્રાફિક નિયમોનું(Traffic Rules) પણ ઉલ્લંઘન છે. શા માટે રાજકારણીઓ અને સામાન્ય લોકો માટે નિયમો અલગ છે?

 

આ પણ વાંચો: Video : વેક્સિનેશન સેન્ટર પર NCP કાર્યકરોએ મહિલા સરપંચને માર માર્યો, વીડિયો સામે આવ્યા બાદ FIR દાખલ

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવામાં નંબર વન રાજ્ય બન્યું

Next Article