AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Breaking News : પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, આરોપી યોગેશ વાનખેડેની સહિત કુલ 8 આરોપીની ધરપકડ!

પુણે અને પિંપરી ચિંચવડમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના દારૂમાં મિથેનોલ ભેળવવાથી બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી યોગેશ વાનખેડેની ધરપકડ કરી છે. જ્યારે દારૂની દુકાનના માલિક કર્નલ સિંહ વિરખાની શોધ ચાલી રહી છે.

Maharashtra Breaking News : પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, આરોપી યોગેશ વાનખેડેની સહિત કુલ 8 આરોપીની ધરપકડ!
Pune Toxic Liquor Case
| Updated on: May 29, 2026 | 12:44 PM
Share

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવડમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુથી ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 2 દિવસમાં આ 2 શહેરોમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાંથી 11 લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. જ્યારે 4 મોત અન્ય કારણોસર થયા છે. આ દારૂ કેસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં આરોપી યોગેશ વાનખેડેની ધરપકડ કરી હતી. આ ઘટના આરોપી યોગેશ વાનખેડે દ્વારા દારૂમાં મિથેનોલ ભેળવવામાં આવતા હોવાથી બની હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં મચ્ચો ખળભળાટ

ઝેરી દારૂ પીવાથી લોકોના મોતને કારણે પુણેમાં ભારે હંગામો મચી ગયો છે અને આ મામલે પોલીસ દળો દ્વારા સંકલિત તપાસ ચાલી રહી છે. ઉપરાંત સંબંધિત સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોના મૃત્યુ પાછળના ચોક્કસ કારણો શોધવા માટે કાર્ય ચાલુ છે. એવું પણ જાણવા મળ્યું છે કે એક્સાઇઝ વિભાગે પણ તપાસમાં ભાગ લીધો છે.

ફુગેવાડીમાં 6 અને હડપસરમાં 5 લોકોના મોત

પુણેના ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત નોંધાયા છે. પિંપરી-ચિંચવડના ફુગેવાડી વિસ્તારમાં છ અને હડપસરમાં પાંચ લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. બાકીના ચાર મૃત્યુ હાલમાં અન્ય કારણોસર થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બે ભાઈઓનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય આબકારી વિભાગે આ કેસમાં યોગેશ વાનખેડે નામના આરોપીની ધરપકડ કરી છે. તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું કહેવાય છે, ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પુણેના ફુગેવાડી અને પિંપરીના હડપસરમાં કેમિકલથી ભરેલો દારૂ સપ્લાય કર્યો હતો. આ ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા હતા.

યોગેશ વિરુદ્ધ પહેલાથી જ નોંધાયેલા છે ફોજદારી કેસ

યોગેશ વાનખેડે વિરુદ્ધ અનેક ફોજદારી કેસ નોંધાયેલા છે. હડપસર અને પુણે ગ્રામીણ વિસ્તારોમાં તેની વિરુદ્ધ ત્રણ કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. પોલીસ હાલમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને નકલી દારૂના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લીધી ઝેરી દારૂના કેસની નોંધ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણે અને પિંપરી ચિંચવડમાં ઝેરી દારૂથી થયેલા મૃત્યુના કેસોની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં પુણે અને પિંપરી ચિંચવડ પોલીસ કમિશનરોને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ફડણવીસે સૂચના આપી છે કે આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો, રાજકોટ,જામનગર,વડોદરા,નડિયાદમાં આવેલા ક્રિકેટરના ઘર આગળ બોલિવુડ સ્ટારના ઘર પણ ઝાંખા પડે, જુઓ ફોટો

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">