
મુંબઈના ભુલેશ્વરમાં ગણપતિ મૂર્તિના આગમન દરમિયાન એક મોટો અકસ્માત થયો. ભુલેશ્વરચા રાજાની આશરે 22 ફૂટ ઊંચી ગણપતિ મૂર્તિ સંતુલન ગુમાવીને પડી ગઈ. આ અકસ્માત શનિવાર 22 ઓગસ્ટ રાત્રે લગભગ 9:51 વાગ્યે બલરામ મર્ચન્ટ રોડ, કબુતરખાના, જય અંબે ચોક, ભુલેશ્વર ખાતે થયો હતો. મૂર્તિને ભાયખલાથી ભુલેશ્વર લઈ જવામાં આવી રહી હતી અને મંડપથી લગભગ 50થી 60 મીટર પહેલા આ અકસ્માત થયો હતો.
સૂત્રો અનુસાર, અકસ્માતમાં બે વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બે અન્ય ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં, બીએમસી ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને બીએમસી વોર્ડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
મુંબઈના ભુલેશ્વરમાં ગણપતિ મૂર્તિ તૂટી પડવાની ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી બેના મોત થયા છે. જ્યારે પાંચ અન્ય ઘાયલ છે. સૂત્રો મુજબ, મૃતકોમાં સંકેત નેવશે (33) અને બ્રિજેશ હેમંત જોશી (30)નો સમાવેશ છે. વૈભવ ઘેનંદ (38), પવન ચૌરસિયા (25), લાવણ્યા ગણેર (5), દિવ્યા ગણેર (7) અને કુણાલ કાશીદ (26) ઘાયલ છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
#WATCH | Mumbai, Maharashtra | Two dead and five injured after a massive Ganesh Idol of Bhuleshwar Cha Raja fell during its arrival procession at the Balaram Merchant Road in the Bhuleshwar area.
The names of the deceased are Sanket Nevshe, 33 years, and Brijesh Hemant Joshi,… pic.twitter.com/QMOC0Y1oLr
— ANI (@ANI) August 22, 2026
આ વર્ષે ગણેશોત્સવ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. મુંબઈમાં 10,000 થી વધુ ગણેશ મંડળો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં આશરે 28 લાખ ગણેશ મૂર્તિઓની સ્થાપના થવાની ધારણા છે. મુંબઈમાં મંડપ પરવાનગી માટે ઓનલાઈન સિંગલ-વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ BMC, તેમજ પોલીસ અને ટ્રાફિક પોલીસ પાસેથી ઓનલાઈન NOC મેળવવાની મંજૂરી આપે છે. 13 સપ્ટેમ્બર સુધી અરજીઓ કરી શકાય છે.
Mumbai, Maharashtra: A 22-foot Ganpati idol, Bhuleshwar Cha Raja, fell while being transported from Byculla to Bhuleshwar in Mumbai, around 50 metres before the pandal. The incident left seven people affected, with two dead and five injured pic.twitter.com/ImQtJB4tYS
— IANS (@ians_india) August 22, 2026