10th Board Result 2022: 43 વર્ષની ઉંમરે પિતાએ પાસ કરી 10ની પરીક્ષા, પુત્ર થયો બે વિષયમાં નાપાસ

|

Jun 19, 2022 | 6:03 PM

Maharashtra Board SSC Result 2022: પૂણેમાં રહેતા 43 વર્ષીય પિતા અને તેમના પુત્રએ આ વર્ષે મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણની પરીક્ષા એક સાથે આપી હતી. તેમનો પુત્ર બે વિષયમાં નાપાસ થયો.

10th Board Result 2022: 43 વર્ષની ઉંમરે પિતાએ પાસ કરી 10ની પરીક્ષા, પુત્ર થયો બે વિષયમાં નાપાસ
Maharashtra SSC Result 2022 (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (MSBSHSE)એ 17મી જૂને 10માં ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે SSC બોર્ડની પરીક્ષામાં કુલ 96.94 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરંતુ રાજ્યના પૂણેથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 43 વર્ષના એક વ્યક્તિએ સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી છે. જ્યારે તેમનો પુત્ર પરીક્ષા પાસ કરી શક્યો ન હતો અને બે વિષયમાં નાપાસ થયો હતો. ઘરના દરેક લોકો પિતાની સફળતાથી ખુશ છે, જ્યારે પુત્રની નિષ્ફળતાથી બધા નિરાશ છે.

એક ન્યૂઝ એજન્સી અનુસાર 43 વર્ષીય ભાસ્કર વાઘમારેએ 30 વર્ષ બાદ 10મા ધોરણની પરીક્ષા આપી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા, ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ જોતા તેમણે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો અને નોકરી શરૂ કરવી પડી હતી.

મહેનતનું ફળ મળવાથી ખુશીની લહેર

પૂણેમાં બાબાસાહેબ આંબેડકર દાસ પ્લોટમાં રહેતા ભાસ્કર વાઘમારેએ કહ્યું “મારું ભણતર છોડવું એ મારી મજબૂરી હતી. હું હંમેશા આ બાબત માટે દિલગીર હતો. હું હંમેશા વિચારતો હતો કે મારે આગળ વાંચવું જોઈએ. પછી જ્યારે મેં પરિવારના સભ્યોને આ વાત કહી તો તેઓએ પણ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. મેં આ વર્ષે ફરીથી 10મા બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભર્યું. મેં આ માટે સખત મહેનત કરી. કામ કર્યા પછી મેં અભ્યાસ માટે સમય કાઢ્યો અને મારી મહેનતનું ફળ પણ મળ્યું. હું પાસ થયો છું.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પુત્ર પણ પુરક પરીક્ષાઓમાં પાસ થવા માટે કરશે મહેનત

ભાસ્કરે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર મારી સાથે રહીને ખૂબ જ ખુશ છે. પરંતુ મારો પુત્ર બે વિષયમાં નાપાસ થયો છે, જેના કારણે પરિવાર થોડો દુ:ખી છે. પુત્ર જે વિષયોમાં નાપાસ થયો છે, તેની તૈયારી કરવામાં હું તેને મદદ કરીશ. જેથી તે જે-તે વિષયોમાં પાસ થઈ શકે. ભાસ્કરના પુત્રએ કહ્યું કે, હું પિતાના પાસ થવા પર ખૂબ જ ખુશ છું. હું બે વિષયમાં નાપાસ થયો છું પણ મેં હિંમત હારી નથી. હું પૂરક પરીક્ષાઓમાં તે વિષયો પાસ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.

મહારાષ્ટ્ર બોર્ડ 10માનું પરિણામ કેવું રહ્યું?

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આયોજિત 10મા ધોરણની વાર્ષિક પરીક્ષા માટે કુલ 15,84,790 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. 15,68,977 બાળકોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 15,21,003 બાળકો પાસ થયા છે. આ વખતે એકંદરે પાસ થવાની ટકાવારી 96.94 છે.

Next Article