મહારાષ્ટ્રમાં (Maharashtra) થોડા સમય પછી બીએમસી ચૂંટણી 2022 (BMC Election 2022) યોજાવા જઈ રહી છે. તે પહેલા બીએમસી કમિશનર દ્વારા બીએમસી બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઈને અટકાવી દેવામાં આવી છે. કોઈપણ ચર્ચા વિના 650 કરોડની વધારાની જોગવાઈ કરવા પર ભાજપે આકરા સવાલો ઉઠાવ્યા હતા, જેને ધ્યાનમાં લઈને બીએમસી કમિશનરે હવે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાલમાં જ ભાજપ નેતા પ્રભાકર શિંદેએ બીએમસી કમિશનરને પત્ર લખીને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ભાજપે તાજેતરમાં BMCના બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા પસાર કરવામાં આવેલી વધારાની ₹650 કરોડની જોગવાઈઓ પર આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપના નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે બજેટ પછી ₹650 કરોડની વધારાની જોગવાઈની શું જરૂર છે? જ્યારે વોર્ડની રચના નવી થશે અને નવા કાઉન્સિલરો ટૂંક સમયમાં ચૂંટાશે, ત્યારે નાણાં કેવી રીતે અને ક્યારે ખર્ચવા તે નવા ગૃહનો અધિકાર રહેશે. આ સંબંધમાં ભાજપ નેતા પ્રભાકર શિંદેએ ગયા મહિને પત્ર લખીને બીએમસી કમિશનરને આ નિર્ણય રોકવા માટે કહ્યું હતું.
તાજેતરમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કરતાં શિંદેએ કહ્યું હતું કે, “શું કોઈને બચાવવા માટે આ વધારાની જોગવાઈને રદ કરવાનો નિર્ણય છે”? 2022-23 માટે બીએમસી બજેટ ગયા મહિનાની 3 તારીખે રજૂ કરવામાં આવ્યું હતું. વધારાની જોગવાઈ કમિટી લેવલે જ પસાર કરવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ કમિટિ વતી જણાવાયું હતું. તમને જણાવી દઈએ કે આ વર્ષે BMC ચૂંટણી થવાની બાકી છે. બીએમસી હાઉસ 7મી માર્ચે ડીઝોલ્વ થઈ જવાની અપેક્ષા છે. હાલમાં બીએમસીની નવી વોર્ડ રચના પણ લાગુ કરવામાં આવી નથી.
શિંદેએ બજેટમાં વધારાની જોગવાઈ પર સવાલ ઉઠાવ્યો હતો કે “બીએમસી કયું તાકીદનું કામ કરવા માંગે છે જેના માટે 650 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે અને કોઈપણ ચર્ચા વિના પસાર થઈ રહી છે?” કોના કહેવા પર આ જોગવાઈઓ કરવામાં આવી હતી? બીએમસી આવા નિર્ણયો લઈને મુંબઈની જનતાના પૈસા સાથે કેમ રમત રમી રહી છે? પ્રભાકર શિંદેએ વધુમાં કહ્યું કે ભાજપ આ પ્રકારના કૌભાંડને ક્યારેય સહન કરશે નહીં અને હમેંશા તેનો વિરોધ કરતું રહેશે.
આ પણ વાંચો : Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો