મહારાષ્ટ્ર : વિરોધ પક્ષના નેતા બનશે વેવાઈ ! આ ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ

|

Dec 08, 2021 | 12:29 PM

પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, 28 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં ધામધૂમથી આ લગ્ન સમારોહ યોજાશે.

મહારાષ્ટ્ર : વિરોધ પક્ષના નેતા બનશે વેવાઈ !  આ ભાજપના નેતાની પુત્રી બનશે ઠાકરે પરિવારની વહુ
File Photo

Follow us on

Maharashtra : રાજકારણમાં ભલે શિવસેના અને ભાજપ વચ્ચે અંતર વધ્યું હોય પરંતુ બંને પક્ષના નેતાઓ વચ્ચે પારિવારિક સંબંધો હજુ પણ પહેલા જેવા જ છે. મળતી માહિતી અનુસાર, BJP નેતા હર્ષવર્ધન પાટીલની (Harshvardhan Patil)પુત્રી અંકિતા 28 ડિસેમ્બરે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના (Balasaheb Thackeray) દિવંગત પુત્ર માધવ ઠાકરેના (Madhav Thackeray) પુત્ર નિહાર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

મહારાષ્ટ્રના રાજકીય પરિવારોમાં લગ્નની આ મોસમ છે.તમને જણાવી દઈએ કે, શિવસેનાના સાંસદ સંજય રાઉત, (Sanjay Raut) કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, મંત્રી ગુલાબરાવ પાટીલ, જીતેન્દ્ર આવ્હાડના ઘરે પણ હાલ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

લગ્નમાં દિગ્ગજ નેતાઓ આપશે હાજરી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પૂર્વ મંત્રી હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, 28 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં ધામધૂમથી આ લગ્ન સમારોહ યોજાશે. ઠાકરે પરિવારના વકીલ નિહાર ઠાકરે અને અંકિતા પાટીલ લગ્નગ્રંથીમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, આ લગ્નમાં સીએમ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એનસીપી ચીફ શરદ પવાર જેવા મોટા નેતા પણ આ લગ્ન સમારોહમાં હાજરી આપી શકે છે.

દુલ્હા-દુલ્હન કોણ છે ?

અંકિતા પાટીલ (Ankita Patil)હાલમાં પુણે જિલ્લા પરિષદના સભ્ય છે અને ભારતીય સુગર મિલ્સ એસોસિએશનના ડિરેક્ટર પણ છે. બીજી તરફ નિહાર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના દિવંગત પુત્ર બિંદુ માધવ ઠાકરેનો પુત્ર છે. તેઓ મુંબઈમાં હાલ વકીલાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે નિહારના કાકા છે અને MNS વડા રાજ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ છે. હર્ષવર્ધન પાટીલે તેની પૂત્રીના લગ્નને લઈને રાજ ઠાકરેના ઘરે પણ આમંત્રણ આપ્યું છે,જેથી તેઓ પણ આ લગ્નમાં પહોંચે તેવી પૂરી શક્યતા છે.

કોણ છે હર્ષવર્ધન પાટીલ ?

તમને જણાવી દઈએ કે, હર્ષવર્ધન પાટીલ અગાઉ કોંગ્રેસમાં હતા અને 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. હર્ષવર્ધન પાટીલ મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકીય નેતામાંના એક છે. તેઓ પુણે જિલ્લાની ઈન્દાપુર વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હર્ષવર્ધન પાટીલ 1995 થી 2014 સુધી તમામ રાજ્ય સરકારોમાં મંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ ધરાવે છે.

 

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે ઓમીક્રોનના કેસ, આજે વધુ દસ કેસ નોંધાયા

આ પણ વાંચો : 15 વર્ષ કરો વેક્સીનેશનની ઉંમર, આરોગ્ય કર્મચારીઓને આપો બૂસ્ટર ડોઝ,’ આદિત્ય ઠાકરેએ ઓમિક્રોનના જોખમને જોતા કેન્દ્ર પાસે કરી માંગ

Published On - 12:27 pm, Wed, 8 December 21

Next Article