Maharashtra : પનવેલમાંથી PFI ના ચાર કાર્યકરોની ધરપકડ કરતી ATS, અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના

|

Oct 20, 2022 | 10:07 AM

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, PFIના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI)ના નેતાઓ છે અને PFIના જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સાથે પણ સંબંધો છે.

Maharashtra : પનવેલમાંથી PFI ના ચાર કાર્યકરોની ધરપકડ કરતી ATS, અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના
Maharashtra: ATS arrests four PFI workers from Panvel

Follow us on

મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ચાર કાર્યકરોની રાયગઢ જિલ્લામાં પનવેલમાંથી ધરપકડ કરી છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં પ્રતિબંધિત સંગઠનની રાજ્ય વિસ્તરણ સમિતિના સ્થાનિક સભ્ય, સ્થાનિક એકમના સચિવ અને અન્ય બે કાર્યકરોનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, એટીએસને ભારત સરકાર દ્વારા પીએફઆઈ પર પ્રતિબંધ હોવા છતાં પનવેલમાં સંગઠનના બે પદાધિકારીઓ અને કેટલાક કાર્યકરોની મીટિંગ અંગે ગુપ્ત માહિતી મળી હતી.

આ માહિતીના આધારે એટીએસની ટીમે મુંબઈથી લગભગ 50 કિલોમીટર દૂર પનવેલમાં દરોડો પાડયા હતા અને પીએફઆઈના ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી. પૂછપરછ પછી, ચારેયની મુંબઈમાં ATSના કાલા ચોકી યુનિટમાં કઠોર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમની કલમ 10 હેઠળ નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પીએફઆઈના પનવેલ સેક્રેટરી, પીએફઆઈની રાજ્ય વિસ્તરણ સમિતિના સભ્ય અને બે પીએફઆઈ કાર્યકરોનો સમાવેશ થાય છે.

સરકારે ગયા મહિને ISIS જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે જોડાણના આરોપમાં PFI અને તેની કેટલીક આનુષંગિકો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને કેટલાક રાજ્યોમાં દરોડા દરમિયાન PFI સાથે કથિત રીતે જોડાયેલા 250 થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

શા માટે PFI પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની સાથે સંકળાયેલા અન્ય કેટલાક સંગઠનો પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની કથિત સંડોવણી માટે પ્રતિબંધ મૂક્યો હતો. આતંકવાદ વિરોધી અધિનિયમ UAPA હેઠળ, રીહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CF), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા. ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, PFIના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI)ના નેતાઓ છે અને PFIના જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) સાથે પણ સંબંધો છે. જેએમબી અને સિમી બંને પ્રતિબંધિત સંગઠનો છે.

પ્રતિબંધની સૂચનામાં સરકારે કહ્યું હતું કે પીએફઆઈના ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) જેવા આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના ઘણા મામલા છે. જે બાદ એવું પણ જાણવા મળ્યું હતું કે PFI અને તેના સહયોગીઓ અથવા મોરચાઓ દેશમાં અસુરક્ષાની લાગણી ફેલાવવા માટે સમુદાયમાં કટ્ટરપંથીકરણ વધારવા માટે ગુપ્ત રીતે કામ કરી રહ્યા છે. આ પછી સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો.

Next Article