Maharashtra : માલેગાંવના ભયાનક અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 ગંભીર રીતે ઘાયલ

આવો જ બીજો અકસ્માત મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં થયો છે. ગેરકાયદેસર રેતી વહન સામે કાર્યવાહી કરવા જઈ રહેલા એક વિભાગીય અધિકારીનું મોત થયું છે.

Maharashtra : માલેગાંવના ભયાનક અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 ગંભીર રીતે ઘાયલ
Road Accident in Malegaon (File Photo)
| Edited By: | Updated on: Mar 07, 2022 | 7:36 AM

Maharashtra :  મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકામાં (Malegaon) ચંદનપુરી પાસે ભગવાનના દર્શન કરીને પાછા જતી વખતે ટેમ્પોને આ અકસ્માત(Road Accident) નડ્યો હતો.આ દુર્ઘટનામાં છ લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઈજાગ્રસ્તોને માલેગાંવની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તમને જણાવવુ રહ્યુ કે, ચાલીસગાંવ તાલુકાના મુંડખેડાના રહેવાસીઓ ચંદનપુરીના ખંડેરાવ મહારાજના દર્શન કરીને ટેમ્પો દ્વારા પરત ફરી રહ્યા હતા ત્યારે ગીગાવ ફાટા પાસેથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને ટેમ્પો પીકઅપ વાહનને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પોમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઈજાગ્રસ્તોને સારવાર માટે માલેગાંવની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા

આ અકસ્માત રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. ચાલીસગાંવ તાલુકાના મુંડખેડામાં રહેતા લોકો ચંદનપુરીના ખંડેરાવ મહારાજના દર્શન કરવા આવ્યા હતા.બાદમાંં ખંડેરાવ મહારાજના દર્શન કરીને તેઓ તેમના ગામ જવા રવાના થયા હતા. જ્યારે આ લોકો ગીગાવ ફાટા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને ટેમ્પો સાથે ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પો તરત જ પલટી ગયો હતો. આ ટક્કરનો અવાજ એટલો મોટો હતો કે સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

બાદમાં સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને ટેમ્પોમાંથી બહાર કાઢ્યા હતા અને તાલુકા પોલીસને ઘટનાની જાણ કરી હતી.જો કે આ ગંભીર દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.જે તમામની હાલ સારવાર ચાલી રહી છે.

કાર્યવાહી માટે જતાં બોર્ડ અધિકારીનું ભયાનક અકસ્માતમાં મોત

આવો જ બીજો અકસ્માત મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં થયો છે. ગેરકાયદેસર રેતી ખનન અને વાહનવ્યવહાર સામે કાર્યવાહી કરવા જતાં ભયાનક અકસ્માતમાં એક વિભાગીય અધિકારીનું મોત થયું છે.આ ભયાનક અકસ્માત બીડના ગેવરાઈ તાલુકાના રક્ષાભુવન રોડ પર આવેલા સાવલેશ્વર ફાટા પાસે બન્યો હતો. મૃત્યુ પામનાર વ્યક્તિ નાયબ તહસીલદાર હતા,તેનું નામ નીતિન જાધવ હતું.

આ પણ વાંચો :  ફરી એકવાર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીઓ વધી, હવે મુંબઈ મહાનગરપાલિકાએ મોકલી નોટીસ

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પિંપરીમાં બીજેપી-એનસીપીના કાર્યકરો વચ્ચે ઘમાસાણ, દેવેન્દ્ર ફડણવીસની કાર પર ફેંકવામાં આવ્યુ ચપ્પલ