કોંગ્રેસને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં પણ લાગ્યો મોટો ફટકો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિપક્ષ નેતાનો પુત્ર જ જોડાયા ભાજપમાં

|

Mar 12, 2019 | 8:47 AM

લોકસભાની ચૂંટણી માટે એક તરફ કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક 58 વર્ષ પછી ગુજરાતમાં થઇ રહી છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ મંગળવારે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ છોડ્યા પછી સુજ્યે ભાજપની પ્રશંસા કરી હતી. સાથે જ કોંગ્રેસ પર […]

કોંગ્રેસને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં પણ લાગ્યો મોટો ફટકો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિપક્ષ નેતાનો પુત્ર જ જોડાયા ભાજપમાં

Follow us on

લોકસભાની ચૂંટણી માટે એક તરફ કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક 58 વર્ષ પછી ગુજરાતમાં થઇ રહી છે ત્યારે આ વચ્ચે કોંગ્રેસને મહારાષ્ટ્રમાં મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષ નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ મંગળવારે ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસ છોડ્યા પછી સુજ્યે ભાજપની પ્રશંસા કરી હતી. સાથે જ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહનો આભાર માન્યો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

જોકે સુજ્યના પિતાએ હજી સુધી કોંગ્રેસ માંથી છેડો ફાડ્યો નથી. સુજ્યે કહ્યું કે, મારા નિર્ણયને મારા પિતા કે પરિવાર તરફથી સમર્થ મળ્યું નથી. પરંતુ હું સંપૂર્ણ રીતે ભાજપમાં જોડાઇ ચુક્યો છું. મારા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન છે. મુખ્યમંત્રી અને ભાજપ ધારાસભ્યને મારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. જેમની મદદથી હું આગળ વધવા માંગુ છું.

આ પહેલાં ભાજપ નેતા ગિરીશ મહાજન સુજ્યની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી જ તેમણે ભાજપમાં જોડાવવાની વાતો સામે આવી રહી હતી. સુજ્ય અહમદનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ‘અઝહર જી’ પર કોંગ્રેસે આપ્યો જવાબ, રવિશંકર પ્રસાદનો ‘હાફિઝ જી’ નો વીડિયો શેર કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ

કોંગ્રેસને એક તરફ ગુજરાતમાં એક પછી એક ધારાસભ્યો છોડી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં પણ એક નવો આંચકો લાગી રહ્યો છે. જે જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડ માટે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article