Lockdown in Nagpur : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, નાગપુરમાં કોરોનાના કેસો વધતા લોકડાઉન લાગુ કરાયું

|

Mar 11, 2021 | 1:52 PM

Lockdown in Nagpur : મહારાષ્ટ્ર સરકારે 15 માર્ચથી 21 માર્ચ દરમિયાન નાગપુર શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

Lockdown in Nagpur :  દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. જે રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે એ છ રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે એક જ દિવસમાં કોરોના સૌથી વધુ 13 હજાર 659 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, નાગપુર, પુણે શહેરોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.

નાગપુરમાં કોરોનાના કેસો વધતા રાજ્યની ઉદ્ધવ સરકારે હવે મોટો નિર્ણય લીધો છે. સરકારે 15 માર્ચથી 21 માર્ચ દરમિયાન નાગપુર શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. શરૂઆતથી મહારાષ્ટ્રમાં કોરોનામાં વધુ કેસ છે. મોટી વાત એ છે કે રાજ્યમાં આ વર્ષે એક જ દિવસમાં કોરોના સૌથી વધુ 13 હજાર 659 નવા કેસ નોંધાયા છે. 

Next Video