Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video

|

Sep 30, 2021 | 9:35 AM

Leopard Attack CCTV: આ દીપડાના હુમલામાં મહિલાને થોડી નાના-મોટી ઇજાઓ પામી છે જે અત્યારે સારવાર હેઠળ છે

Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video
દીપડાની પ્રતિકાત્મક તસવીર

Follow us on

બુધવારે સાંજે મુંબઇના આરેમાં એક આધેડ મહિલા દીપડા સામે તેની વોકિંગ સ્ટિક (ચાલવાની લાકડી) સાથે લડતી જોવા મળી હતી. ત્રણ દિવસમાં આ વિસ્તારમાં આ બીજો હુમલો છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.

CCTV ફૂટેજમાં દીપડો આરે ડેરી વિસ્તાર પાસે ચાલતો જોવા મળે છે, એક મિનિટ પછી, વૃદ્ધ મહિલા ફ્રેમમાં પ્રવેશ કરે છે, નિર્મલા દેવી સિંહ નામની મહિલા, ધીમે ધીમે તેની લાકડીની મદદથી ચાલવાનુ શરૂ કરે છે. ત્યારબાદ દીપડા તરફ તેની પીઠ ફેરવીને ઓટા પર બેઠેલી જોવા મળી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જુઓ વિડીયો


ત્યાર બાદ દીપડો તેની તરફ ધીમે ધીમે આવે છે. જેવો દીપડો તેના પર હુમલો કરે છે ત્યારે મહિલા એકદમ સતર્ક થઈ જાઉય છે અને પોતાની પાસે રહેલી લાકડી વડે તેનો બહાદુરી પૂર્વક સામનો કરે છે. માત્ર એક લાકડી વડે જ જંગલી જાનવરનો સામનો કરીને તેને ભગાડી મૂકે છે. આટલામાં તો તેના પરિવારનો કોઈ સભ્ય પણ આવી જાય છે.

આ દીપડાના હુમલામાં મહિલાને થોડી નાના-મોટી ઇજાઓ પામી છે જે અત્યારે સારવાર હેઠળ છે. બે દિવસ પહેલા 4 વર્ષના છોકરા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. છોકરો તેના નિવાસસ્થાનની બહાર રમી રહ્યો હતો ત્યારે દીપડાએ તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક લોકો તેના બચાવમાં દોડી આવ્યા બાદ છોકરો બચી ગયો હતો.

મુંબઈનો આરે વિસ્તાર ઘટાદાર જંગલ જેવો વિવિધ પ્રાણી-પક્ષીઓનોનું ઘર છે. અવાર નવાર અહીના રહેણાક વિસ્તારમાં દીપડા આંટાફેરા કરતાં જોવા મળે છે.

આ પણ વાંચો: Punjab Congress Crisis: નવજોત સિંહ સિદ્ધુ માની જવાના મૂડમાં નથી, સીએમ ચન્ની મંત્રણા માટે તૈયાર છે

આ પણ વાંચો: IPL 2021: રાજસ્થાન સામે 3 વિકેટ ઝડપી હર્ષલ પટેલ પર્પલ કેપની રેસમાં ક્યાંય આગળ પહોંચી ગયો, બીજા સ્થાને દિલ્હીનો બોલર ખૂબ પાછળ

Next Article