Mumbai : મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં મુંબઈના 81 પોલીસકર્મીઓનો (Mumbai Police) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કોરોના સંક્રમિત (Corona Case in mumbai) પોલીસકર્મીઓની કુલ સંખ્યા 1312 ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 126 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
બીજી તરફ પૂણેમાં પણ શનિવારે 31 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે પુણેમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની કુલ સંખ્યા 465 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં શનિવારે 10661 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરમાં હાલમાં 73518 એક્ટિવ કેસ છે.જો મહારાષ્ટ્રની (Maharashtra) વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 42462 નવા કેસ નોંધાયા છે અને 23 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 2,64,441 એક્ટિવ કેસ છે. બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનના 125 નવા કેસ નોંધાતા કુલ આંકડો 1730 પર પહોંચ્યો છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં એક જ દિવસમાં કોરોનાના કારણે 11 લોકોના મોત પણ થયા છે. આ આંકડાઓના પર એક નજર કરીએ તો શહેરમાં 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી દરરોજ અગિયાર હજારથી 14 હજાર કોરોના કેસ નોંધાયા છે. જો કે, 12 જાન્યુઆરીએ 16 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી શહેરમાં કોરોનાના કેસ 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા.જો કે રાહતની વાત એ છે કે શનિવારે 21 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
મુંબઈના ધારાવી વિસ્તારની વાત કરીએ તો શનિવારે અહીં 40 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે દાદરમાં 120 અને માહિમમાં 126 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. આ ત્રણ વિસ્તારોમાં કુલ 286 કોરોના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં અત્યાર સુધીમાં 8 લાખ 99 હજાર 358 લોકો કોરોનાથી સાજા થયા છે. જેથી રિકવરી રેટ સુધરીને 91 ટકા પર પહોંચ્યો છે. હાલમાં મુંબઈમાં કુલ એક્ટિવ કેસ 73 હજાર 518 છે. પુણેમાં શનિવારે 5 હજાર 705 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી
Published On - 11:49 am, Sun, 16 January 22