Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

|

Nov 28, 2021 | 4:15 PM

BKU નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, MSPની માગ ઉપરાંત સ્વામીનાથનના રિપોર્ટના અમલીકરણ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

Mumbai : મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર
Kisan Mahapanchayat

Follow us on

Kisan Mahapanchayat: કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની મોદી સરકારની જાહેરાત બાદ પણ ખેડુતો તેની માગ પર અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં 100 થી વધુ સંગઠનો દ્વારા મુંબઈના આઝાદ મેદાનમાં ‘કિસાન-મઝદૂર મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્ય હતુ. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે, 2011માં જ્યારે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ફાઇનાન્સ કમિટિનો (Finance Committee) રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, આજે તેનો અમલ કરો. મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે, તો તેનો અમલ કેમ કરતા નથી.

અમે સરકારને શોધી રહ્યા છીએ : ટિકૈત

વધુમાં કહ્યુ કે,વડાપ્રઘાન મોદી આ સમિતિના વકીલ હતા. આજે તે ન્યાયાધીશ બની ગયા છે. તેઓએ વર્ષ 2011ની તેમની સમિતિની ભલામણનો અમલ કરવો જોઈએ. ખેડૂત નેતા ટિકૈતે કહ્યું કે રાજાએ દિલ્હીના (Delhi) મહેલના દરવાજા બંધ રાખ્યા છે. અમને અંદર જવા દેવામાં આવતા નથી. એક કમિટી બનાવો, પછી અમે વાતચીત માટે આગળ વધીશું. આ સિવાય તેમણે કહ્યું કે, MSP એક્ટની (Minimum Support Price) ગેરંટી લાગુ કરવી જોઈએ અને સરકારે 750 શહીદ ખેડૂતોના પરિવારને વળતર આપવું જોઈએ. અમે આખા દેશમાં સરકારને શોધી રહ્યા છીએ પરંતુ સરકાર ક્યાંય મળી રહી નથી.

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો

ટ્રેક્ટર માર્ચ મોકુફ રાખવામાં આવી

તમને જણાવી દઈએ કે, ખેડૂત નેતાઓએ શનિવારે કહ્યું હતું કે યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ 29 નવેમ્બરે બોલાવવામાં આવેલી ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરે ખેડૂતોના વિરોધને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોએ 29 નવેમ્બરના રોજ સંસદ તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી.

ખેડૂતોની આગામી બેઠક 4 ડિસેમ્બરે યોજાશે

ખેડૂત નેતા દર્શન પાલ સિંહે જણાવ્યુ હતુ કે, SKM તેની આગામી બેઠક 4 ડિસેમ્બરે યોજશે, જેમાં વડાપ્રધાનને (PM Modi) લખેલા તેના પત્ર અંગે સરકારના પ્રતિભાવનું વિશ્લેષણ કરવામાં આવશે અને તેના આધારે આગળની રણનિતી નક્કી કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે SKMએ 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ માંગણીઓને લઈને એક પત્ર લખ્યો છે અને તેના પર સરકાર સાથે ફરી વાતચીત શરૂ કરવાની માગ કરી છે.

 

આ પણ વાંચો : West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

આ પણ વાંચો : Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

Next Article