Maharashtra: થાણેની દસ વર્ષની બાળકીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઈકલ ચલાવીને બનાવ્યો રેકોર્ડ, જુઓ VIDEO

|

Jan 29, 2022 | 6:05 PM

સઈએ તેમની સાઈકલ યાત્રા 16 ડિસેમ્બર 2021ના રોજ કાશ્મીરના કટરામાં પવિત્ર વૈષ્ણોદેવીના પ્રવેશ દ્વારથી શરૂ કરી હતી. સઈએ લગભગ 3639 કિમીની આ યાત્રા 38 દિવસમાં પૂરી કરી છે.

Maharashtra: થાણેની દસ વર્ષની બાળકીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઈકલ ચલાવીને બનાવ્યો રેકોર્ડ, જુઓ VIDEO
Sai Ashish Patil

Follow us on

Maharashtra: મુંબઈની નજીક આવેલા થાણેની (Thane) જલપરી તરીકે મશહુર આશિષ પાટીલે (Sai Ashish Patil) દસ વર્ષની ઉંમરે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સાઈએ સાઈકલ સવારી દ્વારા કાશ્મીરથી કન્યાપુરી સુધીની સફર પૂર્ણ કરી છે. અગાઉ પણ 6 વર્ષની ઉંમરે તેણે થાણેના અખાતમાં 100 ફૂટની ઊંચાઈથી કૂદવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઉપરાંત છ વર્ષની ઉંમરે સઈએ કંસના ખડકથી ઉરણ વિસ્તાર સુધીનું 11 કિમીનું અંતર એક કલાકમાં કાપ્યુ હતું. આ રેકોર્ડના કારણે મહારાષ્ટ્રની આ દીકરીને અત્યાર સુધી ઘણા ઈનામ અને સન્માન પણ મળ્યું છે.

સઈએ અત્યાર સુધી ઘણી સ્પર્ધાઓમાં સફળતા મેળવી

તમને જણાવી દઈએ કે, સઈએ અત્યાર સુધી ઘણી સ્પર્ધાઓમાં સફળતા મેળવી છે. પોતાની ક્ષમતાના આધારે સઈએ હંમેશા પોતાના દેશ, રાજ્ય અને માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે. સઈના માતા-પિતાનું કહેવું છે કે, દરેક માતા-પિતાએ તેમના બાળકની પાછળ મક્કમતાથી ઊભા રહેવું જોઈએ અને તેને આગળ વધવાની સંપૂર્ણ સ્વતંત્રતા અને તક આપવી જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જુઓ વીડિયો

કાશ્મીરથી કન્યાકુમારીની કરી સફર

સઈએ તેમની યાત્રા 16 ડિસેમ્બર 2021ના રોજ કાશ્મીરના કટરામાં પવિત્ર વૈષ્ણોદેવીના પ્રવેશ દ્વારથી શરૂ કરી હતી. તમને જણાવવુ રહ્યુ કે, સઈએ લગભગ 3639 કિમીની આ યાત્રા 38 દિવસમાં પૂરી કરી. આ સફર દ્વારા સઈએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કડકડતી ઠંડમાં પણ સઈ મુશ્કેલીનો સામનો કરીને આ સફર પૂરી કરૂ હતી.

દીકરી બચાવો, દીકરી ભણાવો સંદેશ આપ્યો

જલપરી તરીકે ઓળખાતી સઈ પાટીલે આ સાયકલ રાઈડ દરમિયાન લોકોને ઘણા સુંદર સંદેશો આપ્યા હતા. ‘બેટી બચાવો, બેટી પઢાવો’, ‘સ્ત્રી ભ્રૂણહત્યા બંધ કરો’, ‘મારું સ્વાસ્થ્ય, મારી જવાબદારી’ સઈના માતા-પિતાનું કહેવું છે કે તેઓને સઈના માતા-પિતા હોવાનુ ગર્વ છે.

 

આ પણ વાંચો : Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન

Next Article