Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા

|

Dec 30, 2021 | 11:48 AM

બુધવારે મુંબઈમાં(Mumbai)  કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે, આ સાથે 251 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે.

Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા
7 days home quarantine mandatory for UAE Travelers

Follow us on

Mumbai : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC (Bombay Municipal Corporation) દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. BMCના જણાવ્યા અનુસાર, દુબઈ સહિત UAEથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો(International Traveler)  જેઓ મુંબઈના રહેવાસી છે તેમણે ફરજિયાતપણે 7 દિવસના હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. ઉપરાંત આગમન સમયે મુસાફરો માટે RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.

ત્રીજી લહેરના ભણકારા…!

બીજી તરફ રાજ્યમાં વધતા ઓમિક્રોનના સંક્રમણે (Omicron Variant) પણ તંત્રની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ઓમિક્રોનના 85 નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં નવા વેરિઅન્ટના 250 થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના 3900 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે એકિટવ કેસનો આંકડો 14,065 પર પહોંચી ગયો છે.

મુંબઈમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ

જો મુંબઈની વાત કરીએ તો બુધવારે મુંબઈમાં(Mumbai)  કોરોના વાયરસના 2510 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે 251 કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના 1377 નવા કેસ નોંધાયા હતા. મંગળવારની સરખામણીમાં બુધવારે કેસમાં 82% જેટલો વધારો નોંધાયો છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે.

તમને જણાવવુ રહ્યુ કે, રાજ્યના પર્યટન અને પર્યાવરણ મંત્રીએ BMC અધિકારીઓ સાથે બુધવારે એક બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યુ કે આ અઠવાડિયાથી કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાયો છે.જ્યારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ  મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સાથે ઠાકરેએ રસીકરણ અને માસ્કના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.

 

આ પણ વાંચો : Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ

Next Article