Mumbai: આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Bombay Municipal Corporation)ના કેટલાક કોન્ટ્રાક્ટરો, એક અગ્રણી વ્યક્તિ અને તેના સહયોગીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં બે કરોડ રૂપિયાની રોકડ અને 1.5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. વિભાગે (Income Tax Department) જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહી 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ દરોડા 35 જગ્યાઓ પર કરવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને છૂટક કાગળો મળી આવ્યા છે. આ પુરાવાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કોન્ટ્રાક્ટરો અને અગ્રણી વ્યક્તિ વચ્ચે મિલીભગત હતી. તમને જણાવી દઈએ કે આવી 35 જેટલી સ્થાવર મિલકતોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેની કિંમત 130 કરોડ રૂપિયાથી વધુ છે. આ મિલકતો આ કોન્ટ્રાક્ટરો અથવા તેમના સહયોગીઓના નામે છે.
Mumbai | Income Tax Dept conducted a search and seizure operation on Feb 25, 2022, at more than 35 premises on some contractors executing contracts of BMC, a prominent person & their close associates. Several incriminating documents, loose sheets and digital evidence were seized
— ANI (@ANI) March 3, 2022
તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આમાં આંતરરાષ્ટ્રીય હવાલા ટ્રાન્ઝેક્શન થયા છે અને વિદેશી પ્રદેશમાંથી ગેરકાયદેસર નાણાંનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટરોએ 200 કરોડથી વધુની આવક છુપાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સ્પેશિયલ PMLA કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે તેને 8 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી આપ્યા છે. બીજી તરફ નવાબ મલિકે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી 7 માર્ચે થશે.
તમને જણાવી દઈએ કે આ મામલે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન EDએ નવાબ મલિકની અરજી પર જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. કોર્ટે EDને 7 માર્ચ સુધીનો સમય આપ્યો છે.
આ પણ વાંચો : Maharashtra: છત્રપતિ શિવાજી પર વિવાદિત નિવેદનને લઈને વિધાનસભામાં હંગામો, રાજ્યપાલે અધુરું છોડ્યુ ભાષણ