મહારાષ્ટ્રમાં આજથી નાઇટ કરફયુનો અમલ, પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ

|

Mar 28, 2021 | 9:38 PM

Maharashtra ના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. નાઇટ કર્ફ્યુ રવિવારની રાત્રે એટલે કે 28 માર્ચથી લાગુ થશે. રાત્રિના કર્ફ્યુ દરમિયાન મહારાષ્ટ્રના મોલ સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે

મહારાષ્ટ્રમાં આજથી નાઇટ કરફયુનો અમલ, પાંચથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં આજથી નાઇટ કરફયુનો અમલ

Follow us on

Maharashtra માં છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં  કોરોનાના એક લાખથી વધુ કેસ નોંધાયા છે. શુક્રવારે રાજ્યમાં 36 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે તે પહેલાં પણ સતત ત્રણ દિવસ સુધી ત્રીસ હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાની જાહેરાત કરી હતી.

Maharashtra ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર રવિવાર એટલે કે 28 માર્ચથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદી રહી છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 8:00 કલાકે શરૂ થશે અને સવારે 7:00 કલાકે સમાપ્ત થશે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 30,000 થી વધુ કેસ નોંધાયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 36,902 કેસ નોંધાયા હતા.

Maharashtra ના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. નાઇટ કર્ફ્યુ રવિવારની રાત્રે એટલે કે 28 માર્ચથી લાગુ થશે. રાત્રિના કર્ફ્યુ દરમિયાન મહારાષ્ટ્રના મોલ સવારે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

નાઇટ કર્ફ્યુ ઉપરાંત રાજ્ય સરકારે 15 એપ્રિલ સુધી પ્રતિબંધો વધાર્યા છે આ નિયંત્રણો હેઠળ પાંચ કરતા વધુ લોકોને જાહેર સ્થળોએ એકઠા થવા દેવામાં આવશે નહીં અને ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ પ્રતિબંધો વિશે

1 નવા પ્રતિબંધો હેઠળ, રાત્રે મુસાફરીની મંજૂરી છે. પરંતુ જાહેર સ્થળોએ 5 થી વધુ લોકોના એકત્રીકરણ પર પ્રતિબંધ છે.

2 બગીચાઓ, દરિયાકિનારા, વગેરે જેવા તમામ જાહેર સ્થાનો રાત્રે 8:00 થી 7 વાગ્યા દરમિયાન બંધ રહેશે

3 ઉલ્લંઘન કરનારાઓને રૂ .1000 નો દંડ

4 સિનેમા હોલ, મોલ્સ, ઓડિટોરિયમ પણ રાત્રે 8:00 થી 7 વાગ્યા દરમિયાન બંધ રહેશે

5 રાત્રિ કર્ફ્યુ દરમિયાન ફૂડ અને અન્ય ઉત્પાદનોની હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવશે

6 નાઇટ કર્ફ્યુ દરમિયાન કોઈ પણ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવામાં આવશે નહીં

7 લગ્ન સમારોહમાં 50 થી વધુ લોકોને એકત્ર થઈ શકશે નહિ

8 અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકો એકત્ર થઈ શકશે નહિ

ઉલ્લેખનીય છે કે,  મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. શનિવારે પણ મહારાષ્ટ્રમાં દેશભરમાં સૌથી વધુ 36, 902 કેસ નોંધાયા છે. આ પછી પંજાબમાં 3,122 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 112 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે પંજાબમાં 59 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Published On - 9:37 pm, Sun, 28 March 21

Next Article