Maharashtra Monsoon : આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ

|

Jul 11, 2022 | 9:32 AM

સમગ્ર રાજ્યમાં NDRFની 17 ટીમો તહેનાત કરવામાં આવી છે. મુંબઈમાં (Mumbai Rain) છેલ્લા બે દિવસમાં વરસાદનું જોર ઓછું થયું છે, જોકે હવામાન વિભાગે હજુ પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Maharashtra Monsoon : આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં થશે ધોધમાર વરસાદ
Maharashtra Monsoon 2022 (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ પુરુ થયા બાદ વરસાદ મુસીબત બન્યો છે. મુશળધાર વરસાદને (Monsoon 2022) કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદે (Heavy Rain) છેલ્લા એક દિવસમાં 9 લોકોના જીવ લીધા છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 1 જૂનથી વધુ વરસાદના કારણે 76 લોકોના મોત થયા છે. 838 મકાનો ધરાશાયી થયા છે. 4,916 લોકો તેમના ઘરોથી દૂર ગયા છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે, વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ધાબા પર રાત વિતાવવી પડી રહી છે.

સમગ્ર રાજ્યમાં NDRFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. મુંબઈમાં છેલ્લા બે દિવસમાં વરસાદનું જોર ઓછું થયું છે, જોકે હવામાન વિભાગે હજુ પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વિસ્તારની આગાહી

કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 4 દિવસ સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોલાબા વેધશાળાએ આગામી પાંચ દિવસ દરમિયાન પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આથી વેધશાળાએ વિસ્તારના નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

યુવક પુરમા તણાયો

અમરાવતીના મેલઘાટમાં રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. તેથી, ઘણી નદીઓ અને નાળાઓમાં પુર આવ્યું છે. સિપાના નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેમાં એક આદિવાસી યુવક પુલ ક્રોસ કરતી વખતે પૂરના પાણીમાં તણાઈ ગયો હતો.

નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા ચેતવણી

નદીના પુલ પરથી 10 ફૂટ ઉંચુ પાણી વહી રહ્યું છે. જેના કારણે નદીના બંને કાંઠે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ દરમિયાન પ્રશાસને નદી કિનારે આવેલા ગામોને ચેતવણી આપી છે. કોલ્હાપુર જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં પંચગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. આજે પાણીની સપાટી 32 ફૂટ 9 ઈંચ પર પહોંચી ગઈ છે.

પંચગંગા નદીનું ચેતવણી સ્તર 39 ફૂટ અને ભયનું સ્તર 43 ફૂટ છે. આજરા, ચાંદગઢ અને ગઢિંગલાજ તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.

Next Article