મુંબઈમાં 26-11 એ 170 લોકોને મારી નાખનાર, કસાબ સહિત માર્યા ગયેલા 10 આતંકવાદી માટે, પાકિસ્તાનમાં પ્રાર્થના કરાવે છે હાફીજ સઈદ

|

Nov 26, 2020 | 10:46 AM

પાકિસ્તાનની જમીન ઉપરથી ભારતમાં આતંક ફેલાવનાર આતંકી સંસ્થા જમાત ઉદ દાવા દ્વારા, મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 10 આતંકવાદીઓ માટે વિશેષ પ્રાર્થના કરાવશે. મુંબઈ હુમલાના 12 વર્ષ બાદ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ સાહીવાલમાં એક સભા પણ યોજાશે. જમાત ઉદ દાવા એ આતંકી સંસ્થા લશ્કર એ તોયબાની રાજકિય પાંખ છે. જમાત ઉદ દાવાએ અનેક લોકોને આજની સભામાં […]

મુંબઈમાં 26-11 એ 170 લોકોને મારી નાખનાર, કસાબ સહિત માર્યા ગયેલા 10 આતંકવાદી માટે, પાકિસ્તાનમાં પ્રાર્થના કરાવે છે હાફીજ સઈદ

Follow us on

પાકિસ્તાનની જમીન ઉપરથી ભારતમાં આતંક ફેલાવનાર આતંકી સંસ્થા જમાત ઉદ દાવા દ્વારા, મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 10 આતંકવાદીઓ માટે વિશેષ પ્રાર્થના કરાવશે. મુંબઈ હુમલાના 12 વર્ષ બાદ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ સાહીવાલમાં એક સભા પણ યોજાશે. જમાત ઉદ દાવા એ આતંકી સંસ્થા લશ્કર એ તોયબાની રાજકિય પાંખ છે. જમાત ઉદ દાવાએ અનેક લોકોને આજની સભામાં જોડાવવા માટે કહ્યું છે. મોસ્ટ વોન્ટેટ આતંકી હાફીજ સઈદ, જમાત ઉદ દાવાનો મુખ્ય કર્તાહર્તા છે. મિડીયા રિપોર્ટ મુજબ, આજે પાકિસ્તનના વિવિધ પ્રદેશ અને શહેરોમાં આવેલી જમાતની મસ્જિદમાં બેઠક યોજાશે અને માર્યા ગયેલા આતંકવાદીઓ માટે ખાસ પ્રાર્થના પણ કરાશે.

આજથી 12 વર્ષ પૂર્વે 2008માં, પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ, મુંબઈમાં રેલ્વે સ્ટેશન, હોટલ તાજ અને ઓબેરોય સહીત અન્ય સ્થળોએ કુલ 170 લોકોને ગોળીએ ઠાર માર્યા હતા. 9 આતંકવાદીઓને ઠાર મરાયા હતા. જ્યારે આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડી લેવાયો હતો. કસાબને પછી ફાંસીની સજા કરાતા તેને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યો હતો. કસાબ પાસેથી એકઠા થયેલા પૂરાવાઓ, ભારતે દુનિયાભરમાં રજુ કરીને, મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ, હાફીજ સઈદ હોવાનુ જણાવ્યુ હતું. સઈદ હાફીજ ઉપર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરીષદે 10 મિલીયન અમેરિકન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article