
મહારાષ્ટ્રના પૂણેની એક 45 વર્ષની મહિલા જે પોતે ગુજરાતી (Gujju Mother)છે તેણે હાલમાં એક એવુ કામ કરી બતાવ્યુ છે જે એક સામાન્ય માણસનું કામ નથી. પૂણેની એક મહિલા જે મનાલીથી પોતાની સાયકલ યાત્રા શરૂ કર્યા બાદ 55 કલાકમાં લેહ પહોંચી ગઈ છે તેણે વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે. ખાસ વાત એ છે કે મહિલા પરિણીત છે અને બે બાળકોની માતા પણ છે. તેમ છતાં તેમનો જુસ્સો એવો હતો કે તેણે દુનિયાને પોતાની શક્તિ બતાવી. એક મહિલા ઘરના કામ સિવાય બીજુ ઘણુ બધુ કરી શકે છે તે સાબિત કરીને બતાવ્યુ.
વર્લ્ડ રેકોર્ડ બનાવનાર 45 વર્ષીય મહિલાનું નામ પ્રીતિ મસ્કે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના તમામ ધોરણો તેણે પૂર્ણ કર્યા છે અને થોડા દિવસોમાં તેને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળવાની અપેક્ષા છે. પ્રીતિએ પડકારરૂપ લેહ-મનાલી હાઈવે પર કુલ 26,000 ફૂટની ઉંચાઈ સાથે 428 કિમીનું અંતર કાપ્યું. ખાસ વાત એ છે કે પ્રીતિએ 17,582 ફૂટ ઊંચા તાગલાંગલા પાસ પર સાઈકલ ચલાવી હતી, જે તેના રૂટનો સૌથી ઊંચો રસ્તો હતો. આ સિવાય પ્રીતિએ આવા ઘણા રસ્તા પર સાઈકલ ચલાવી જેની ઉંચાઈ 16,000 ફૂટથી વધુ હતી. જણાવી દઈએ કે પૂણેમાં રહેતી પ્રીતિ ગુજરાતી પરિવારની છે.
પ્રીતિ જે માર્ગ પર સાયકલ ચલાવી રહી હતી, તે માર્ગ પર ઘણા પર્વતીય રસ્તા અને વળાંક હતા. ક્યારેક પ્રીતિને ઉપર જવું પડતું તો ક્યારેક સાવ નીચે આવવું પડતું. ઘણી જગ્યાએ બરફ હતો પણ પ્રીતિ બિલકુલ ગભરાઈ નહીં.
પ્રીતિએ કહ્યું કે ઉચ્ચ ઉંચાઈવાળા પ્રદેશોમાં વારંવાર અને નોન-સ્ટોપ રાઈડ્સમાં ઊંઘની અછતનું સંચાલન કરવું તે તેના માટે એક મોટો પડકાર હતો. મારી એડવેન્ચર ટ્રીપ દરમિયાન ઊંચા રસ્તા પર શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે મારે બે વાર ઓક્સિજન લેવો પડ્યો. પ્રીતિએ લાંબા અંતરની સાઈકલિંગમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવામાનની સ્થિતિને જોતા ઘણા સાઈકલ સવારો એલિવેટેડ રોડ પર આવા પડકારનો પ્રયાસ કરવાની હિંમત કરતા નથી. તેણે અનેક માતા અને મહિલાઓ મોટુ ઉદાહરણ સેટ કર્યુ છે. હાલમાં બનાવેલા રેકોર્ડને કારણે તેણેને અનેક લોકોના અભિનંદનના મેસેજ અને કોલ આવી રહ્યા છે.
Published On - 7:58 pm, Fri, 8 July 22