Maharashtra : થાણેના અંબરનાથમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઉલ્હાસનગરની મધ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં (Government Hospital) દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં શિવાજી નગર પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Maharashtra : થાણેના અંબરનાથમાં ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
Car and Auto Rickshaw Accident Near Ambernath
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:44 AM

Maharashtra :  મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના અંબરનાથ ખાતે રવિવારે સાંજે એક ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચારેય મૃતકો ઉલ્હાસનગરના (Ulhasnagar)હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ શિવાજી નગર પોલીસ (Shivaji Nagar Police Station) ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ ઘટના અંબરનાથના પાલેગાંવ નજીક બની હતી. MIDC રોડ પર કારે ઓટો રિક્ષાને (Auto Rikshaw)ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઉલ્હાસનગરની મધ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ શિવાજી નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.મળતી માહિતી મુજબ, લોકો ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા હતા અને વચ્ચે આ દુર્ઘટના થઈ, જોકે પોલીસે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

નાલાસોપારામાં ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી, જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

થોડા દિવસો પહેલા મુંબઈની નજીક આવેલા થાણે જિલ્લાના નાલાસોપારા પૂર્વમાં બે યુવાનો લોડેડ ડમ્પર સાથે અથડાયા હતા. આ અથડામણમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતક યુવકનું નામ રોહિત મિશ્રા અને બીજાનું નામ વિનય તિવારી હોવાનું સામે આવ્યુ હતુ. તે બંને ઉત્તર પ્રદેશના(Uttar pradesh) ભદોહી જિલ્લાના રહેવાસી હતા અને નોકરીની શોધમાં તેઓ મુંબઈ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ અકસ્માત 6 સપ્ટેમ્બરના રોજ થયો હતો.

આ બંને યુવાનો નાલાસોપારા પૂર્વના સેન્ટ્રલ પાર્ક નજીકથી જઈ રહ્યા હતા. તે દરમિયાન યુ-ટર્ન(Turn) લેતી વખતે તેમની બાઇકને ડમ્પરે ટક્કર મારી હતી. આ અથડામણમાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મામલે તુલંજ પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ડમ્પર (Dumper) ચાલકની હાલ પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ પણ વાંચો: Maharashtra : ભાજપ નેતા કિરીટ સૌમૈયાનો ચોકાવનારો દાવો, ઠાકરે સરકારના બે મોટા પ્રધાનોના કરોડોના કૌભાંડની ફાઈલ તૈયાર

આ પણ વાંચો: BMC એ ગણેશ વિસર્જનને લઈને કરી અનોખી વ્યવસ્થા, ચારે બાજુથી થઈ રહી છે વાહ – વાહ !

Published On - 8:43 am, Mon, 13 September 21