સમીર વાનખેડેની રાજનીતિમાં થશે એન્ટ્રી! નાગપુરમાં RSS કાર્યાલયમાં જોવા મળ્યા

|

Mar 20, 2023 | 4:57 PM

સમીર વાનખેડે અને તેમની પત્નીએ RSSના સંસ્થાપક ડો. બલિરામ હેડગેવારના સ્મારક પર પુષ્પાજંલિ અર્પણ કરી. આ દરમિયાન અધિકારીનું આરએસએસના વરિષ્ઠ પદાધિકારી રવિન્દ્ર બોખરેએ સ્વાગત કર્યુ. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાનખેડે ભાજપમાં સામેલ થઈ શકે છે.

સમીર વાનખેડેની રાજનીતિમાં થશે એન્ટ્રી! નાગપુરમાં RSS કાર્યાલયમાં જોવા મળ્યા

Follow us on

ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસને લઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ગયા વર્ષે ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. જો કે ત્યારબાદ તેમની તપાસ પર સવાલ ઉઠ્યા હતા અને NCBમાંથી તેમની વિદાય થઈ હતી. હવે ફરી એકવાર તે ચર્ચામાં છે. ત્યારે એવી અટકળો ચાલી રહી છે કે સમીર વાનખેડે રાજનીતિમાં પગ મુકી શકે છે. આ અટકળોને ત્યારે વધુ હવા મળી જ્યારે રવિવારે સમીર પોતાની પત્નીની સાથે નાગપુરના રેશિમબાગ સ્થિત આરએસએસ મુખ્યાલય પહોંચ્યા.

સમીર વાનખેડે અને તેમની પત્નીએ RSSના સંસ્થાપક ડો. બલિરામ હેડગેવારના સ્મારક પર પુષ્પાજંલિ અર્પણ કરી. આ દરમિયાન અધિકારીનું આરએસએસના વરિષ્ઠ પદાધિકારી રવિન્દ્ર બોખરેએ સ્વાગત કર્યુ. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાનખેડે ભાજપમાં સામેલ થઈ શકે છે. વાનખેડેને બલિરામ હેડગેવારના પ્રશંસક માનવામાં આવે છે.

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ મુદ્દે બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, કહ્યુ- લાયસન્સ માત્ર એ કારણે અમાન્ય ન ગણાય કે ડ્રાઈવરે ટ્રેક્ટર સાથે ટ્રેલર જોડ્યું હતું

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

આ પહેલા NCP નેતા નવાબ મલિક ભાજપ પર સમીર વાનખેડેને સમર્થન આપવાનો આરોપ લગાવી ચૂક્યા છે. મલિકે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે સમીરને તેમના પદ પર રાખવા માટે દિલ્હીમાં ભાજપના નેતા લોબિંગ કરી રહ્યા છે. નવાબ મલિકે કહ્યું હતું કે ભાજપ અને એનસીબીની વચ્ચે સાંઠગાંઠ થઈ રહી છે. જો કે સમીર વાનખેડેએ નવાબ મલિકના આ આરોપોને રદિયો આપ્યો હતો.

મરાઠી પરિવારમાંથી આવે છે સમીર વાનખેડે

જાણકારી મુજબ સમીર વાનખેડે મુંબઈના જ રહેવાસી છે. તેમનો જન્મ 14 ડિસેમ્બર 1979એ થયો. તે મરાઠી પરિવારમાંથી આવે છે. સમીરના પિતાનું નામ દયાનદેવ વાનખેડે છે. દયાનદેવ પણ એક પોલીસ અધિકારી હતા. સમીરની બેન યાસમીન એક વકીલ છે. સમીરે 2008માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તેમનું પ્રથમ પોસ્ટિંગ મુંબઈમાં જ થયું હતું. તે હિસ્ટ્રી ઓનર્સમાં સ્નાતક છે. સમીર વાનખેડેએ ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા છે. ક્રાંતિ રેડકર મરાઠી ફિલ્મોનું અભિનેત્રી છે. ક્રાંતિએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે 20થી વધુ મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Next Article