Maharashtra : પરમબીર સિંહ મામલે રાજ્ય સરકારનું આકરુ વલણ, સરકારે સુપ્રીમ કોર્ટને કરી આ વિનંતી

|

Dec 06, 2021 | 12:01 PM

મહારાષ્ટ્ર સરકારે આ સમગ્ર મામલે CBI તપાસની માગ કરીને દંડનાત્મક કાર્યવાહી રોકતી પરમ બીર સિંહની અરજીને ફગાવી દેવા કોર્ટને વિનંતી કરી છે.

Maharashtra : પરમબીર સિંહ મામલે રાજ્ય સરકારનું આકરુ વલણ, સરકારે સુપ્રીમ કોર્ટને કરી આ વિનંતી
File Photo

Follow us on

Maharashtra : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ મામલે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સિંહને કાયદા હેઠળ “વ્હિસલ બ્લોઅર” ગણી શકાય નહીં. કારણ કે તેમની બદલી બાદ જ તેમણે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત રાજ્ય સરકારે પરમબીર સિંહની અરજીને ફગાવી દેવા માટે પણ કોર્ટને વિનંતી કરી હતી.

22 નવેમ્બરના રોજ સિંહને મોટી રાહત આપતા, જસ્ટિસ એસ કે કૌલની આગેવાની હેઠળની બેંચે મહારાષ્ટ્ર પોલીસને તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસોમાં તેમની ધરપકડ ન કરવા નિર્દેશ આપ્યો હતો અને જણાવ્યુ હતું કે જ્યારે પોલીસ અધિકારીઓના ખંડણી કેસ માટે સિંહનો પીછો કરવામાં આવી રહ્યો છે, તો સામાન્ય માણસનું શું થશે ?

ફોજદારી કેસોમાં ચાલી રહેલી તપાસમાં કોર્ટ દખલ ન કરવી જોઈએ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં (Supreme Court) એફિડેવિટ દાખલ કરીને સમગ્ર મામલાની CBI તપાસની માગ કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા દંડનાત્મક કાર્યવાહી પર રોક લગાવવાની પરમબીર સિંહની અરજીને રદ કરી હતી અને કહ્યું હતું કે ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી સામેના ફોજદારી કેસોમાં ચાલુ તપાસમાં કોર્ટ દખલ ન કરવી જોઈએ. રાજ્યના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ વેંકટેશ માધવે દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, સિંહને વ્હીસલ બ્લોઅર તરીકે ગણી શકાય નહીં.

પેન્ડિંગ ફોજદારી કેસમાં તપાસ અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે

વધુમાં માધવે કહ્યું કે, હાલની SLP (Special Leave Pitition) માં કરાયેલા દાવાથી વિપરીત, અરજદાર વ્હીસલબ્લોઅર પ્રોટેક્શન એક્ટ, 2014ની જોગવાઈઓ હેઠળ વ્હિસલબ્લોઅર નથી. તે પરમબીર સિંહને તાજેતરમાં મુંબઈ પોલીસ વિભાગ દ્વારા સસપેન્ડ કરવામાં આવ્યા હતા.ઉપરાંત જણાવ્યુ કે, આડકતરી રીતે અરજી દ્વારા તેમની સામેના પેન્ડિંગ ફોજદારી કેસમાં તપાસને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કોર્ટે તપાસમાં સ્ટે ન આપવો જોઈએ

ઉપરાંત એફિડિવેટમાં કહેવામાં આવ્યું છે કે, આ અદાલતે અસંખ્ય ચુકાદાઓમાં જોયું છે કે તપાસની દિશા નક્કી કરવાની જવાબદારી તપાસ એજન્સીના વિવેકબુદ્ધિ પર છોડી દેવી જોઈએ અને અદાલતે ભાગ્યે જ કિસ્સાઓમાં તપાસમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, “અરજીકર્તાએ બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) દ્વારા 16મી સપ્ટેમ્બર, 2021ના રોજ આપેલા ચુકાદા સામે એસએલપી દાખલ કરી છે, પરંતુ વાસ્તવમાં તે તેની સામે નોંધાયેલી વિવિધ ફોજદારી ફરિયાદોમાં આગળની કાર્યવાહી પર સ્ટે માગે છે,પરંતુ કોર્ટે તપાસમાં સ્ટે ન આપવો જોઈએ.

 

આ પણ વાંચો : ઓમીક્રોનનો આતંક, મહારાષ્ટ્રમાં આજે સામે આવ્યા 7 ઓમીક્રોનના દર્દી, દેશમાં અત્યાર સુધી 21 લોકો થઈ ચુક્યા છે સંક્રમિત

આ પણ વાંચો : Omicron: તાન્ઝાનિયાથી મુંબઈ આવેલા વ્યક્તિએ વધારી ચિંતા, કોરોના પોઝિટિવ આવ્યા બાદ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા, સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ

Next Article