મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 100 કરોડના વસુલી કેસમાં મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે (CBI Special Court) તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ સેશનની વિશેષ સીબીઆઈ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. અનિલ દેશમુખ હવે 29 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે. અનિલ દેશમુખની ED દ્વારા 2 નવેમ્બર, 2021 ના રોજ 100 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
મની લોન્ડરિંગ કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા 12 એપ્રિલે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની કસ્ટડી શુક્રવાર સુધી લંબાવવામાં આવી હતી. બીજી તરફ અનિલ દેશમુખને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ સીબીઆઈ કોર્ટે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખ હવે 29 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે. છેલ્લી સુનાવણીમાં, અનિલ દેશમુખના વકીલે સવાલ કર્યો હતો કે ED હજી સુધી બાકીના આરોપીઓની ધરપકડ કેમ કરી શક્યું નથી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 100 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગના સંબંધમાં નવેમ્બર 2021 માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDનો આરોપ છે કે અનિલ દેશમુખે તેમના ગૃહમંત્રી પદનો દુરુપયોગ કર્યો હતો. બીજી તરફ અનિલ દેશમુખે EDના આરોપને નકારી કાઢ્યા છે.
અગાઉ, ઇડીએ એપ્રિલની શરૂઆતમાં અનિલ દેશમુખના જામીનનો વિરોધ કર્યો હતો. EDએ દલીલ કરી હતી કે અનિલ દેશમુખ મની લોન્ડરિંગ કેસમાં માસ્ટર માઇન્ડ છે. જો તેમને જામીન પર છોડવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે અને પોતાના પ્રભાવનો દુરુપયોગ કરી શકે છે. EDએ કહ્યું હતું કે અનિલ દેશમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બેહિસાબી સંપત્તિઓ એકઠી કરી છે.
આ પણ વાંચો : Kolhapur North Assembly By-Poll Results 2022: કોલ્હાપુર સીટ પર ન ચાલ્યો કમળનો જાદુ, કોંગ્રેસને મળી મોટી જીત