Maharashtra : અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વકીલ પર તપાસને પ્રભાવિત કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે CBI એ બુધવારે સબ ઈન્સ્પેક્ટર અભિષેક તિવારીની પણ ધરપકડ કરી હતી. આ સાથે જ દિલ્હી અને અલ્હાબાદમાં તેના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઉપરાંત CBI દ્વારા અનિલ દેશમુખના જમાઈ અને તપાસનો સત્તાવાર અહેવાલ લીક કરવાના સંદર્ભમાં એજન્સીના સબ-ઇન્સ્પેક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દેશમુખે તેમના વતી લાંચ વસૂલવા માટે સબ-ઇન્સ્પેક્ટર પર દબાણ કર્યુ હતુ. CBIએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, “તપાસને પ્રભાવિત કરવાના આરોપસર આનંદ ડાગા અને સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ”
અનિલ દેશમુખના જમાઈની CBI દ્વારા અટકાયત,20 મિનીટની પૂછપરછ બાદ છુટકારો
અગાઉ અનિલ દેશમુખના જમાઈ ડો.ગૌરવ ચતુર્વેદીની CBI દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જો કે પુછપરછ બાદ CBI દ્વારા તેમને છોડવામાં આવ્યા હતા.ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગા પર સીબીઆઈના અધિકારીને લાંચ આપવાનો, તપાસ અહેવાલોની હેરફેર અને તપાસને લીક કરવાનો આરોપ છે.
પરિવારે અપહરણનો લગાવ્યો આરોપ
દેશમુખના પરિવારે આરોપ લગાવ્યો છે કે તપાસ અને પૂછપરછ માટે પ્રથમ નોટિસ આપવામાં આવે છે. પરંતુ સીબીઆઈ દ્વારા આવી કોઈ નોટિસ આપવામાં આવી નથી.જો કે ડો.ગૌરવ ચતુર્વેદીને 20 મિનટની પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યો હતો.
સબ-ઇન્સ્પેક્ટર અભિષેક તિવારીની પણ ધરપકડ કરવામાં આવી
અનિલ દેશમુખની કાનૂની ટીમ સાથે જોડાયેલા અધિકારી અભિષેક તિવારીની પણ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા હાલ તેમની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Maharashtra : અનિલ દેશમુખના જમાઈની સીબીઆઈ દ્વારા અટકાયત, 20 મિનિટની પૂછપરછ બાદ છુટકારો
Published On - 9:38 am, Thu, 2 September 21