મુંબઈને અડીને આવેલી વસઈની એન્જિનિયરિંગ કંપનીમાં ભીષણ આગ, 3ના મોત, 9 ઘાયલ

|

Sep 28, 2022 | 9:27 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા વસઈ વિસ્તારમાં કોશ પાવર એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી.

મુંબઈને અડીને આવેલી વસઈની એન્જિનિયરિંગ કંપનીમાં ભીષણ આગ, 3ના મોત, 9 ઘાયલ
fire broke out in vasai

Follow us on

Mumbai: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા વસઈ વિસ્તારમાં કોશ પાવર એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 3 શ્રમીકોના કરૂણ મોત થયા છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત આજે બપોરે 2.30 કલાકે થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો ભયંકર હતો કે તેનો અવાજ 1 થી 2 કિલોમીટર સુધી સંભળાયો હતો. લગભગ 4 થી 5 કિલોમીટર દૂરથી ધુમાડાના વાદળો દેખાય હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને આગ ઓલવવામાં સફળતા મળી હતી.

કોશ પાવર એન્જિનિયરિંગ લિમિટેડ એ થાણે જિલ્લાના વસઈ વિસ્તારમાં મુંબઈ અમદાવાદ હાઈવેને અડીને આવેલા જુચંદ્રામાં એક કંપની છે. આ કંપનીમાં 50 કામદારો કામ કરતા હતા. આ દરમિયાન બપોરે 2.30 વાગ્યાની આસપાસ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે કંપનીમાં ભીષણ આગ લાગી હતી.

40 લોકો એકદમ સુરક્ષિત, ઘાયલ 9 માંથી 1 વ્યક્તિની હાલત ગંભીર

40 સિલિન્ડરની કાર કંપની આવી હતી. સિલિન્ડર ભરતી વખતે અચાનક બોઈલરમાં વિસ્ફોટ થતાં જોરદાર આગ ફાટી નીકળી હતી. આ પછી તરત જ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરોના પ્રયાસો લગભગ બે કલાક સુધી ચાલુ રહ્યા હતા. આ આગમાં 38 મજૂરો સુરક્ષિત બચી ગયા હતા. કમનસીબે 12 લોકો આગમાં ફસાઈ ગયા હતા. જેમાંથી 3 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી 1ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ લોકોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગ્રામ પંચાયતના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉદ્યોગો ચાલતા હતા

આ કંપની ચંદ્રપરા ગ્રામપંચાયત વાકી પાડા પઝર તળાવની નજીક છે. કંપની એક વર્ષ પહેલા જ શરૂ કરવામાં આવી છે. કંપનીમાં સુરક્ષા સંબંધિત કોઈ માપદંડ ન હતો. સૌથી મોટી વાત એ છે કે ગ્રામ પંચાયતની જમીન પર ઔદ્યોગિક એકમ કાર્યરત હતું. એટલે કે કંપનીમાં અનધિકૃત રીતે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. બપોરે લંચ બ્રેક હોવાથી સ્થાનિક મજૂરો ભોજન લેવા ગયા હતા. તેથી, અકસ્માત સમયે આ 38 કામદારો કંપનીમાં ન હતા. કંપનીમાં માત્ર 12 લોકો જ હાજર હતા. ઘાયલોમાંથી ત્રણને વસઈની પ્લેટિનમ હોસ્પિટલમાં, ચારને મીરા રોડની ઓર્બિટ હોસ્પિટલમાં અને બેને વસઈની ઝૂચંદ્રા એફએન્ડબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Next Article