Maharashtra: નાસિક-ઔરંગાબાદ હાઈવે પર જતી બસમાં લાગેલી આગમા 8 કરતા વધારે લોકોના મોત, PM અને CMએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોને આર્થિક સહાયની જાહેરાત

|

Oct 08, 2022 | 1:48 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે, આ ઘટના ખૂબ જ દુ:ખદ છે. આ અકસ્માત કેવી રીતે અને શા માટે થયો તેની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે સરકાર અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપશે.

Maharashtra: નાસિક-ઔરંગાબાદ હાઈવે પર જતી બસમાં લાગેલી આગમા 8 કરતા વધારે લોકોના મોત, PM અને CMએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોને આર્થિક સહાયની જાહેરાત
nashik fire news

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં એક બસમાં ભીષણ આગ (Fire) લાગી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. આ અકસ્માત ગત રાત્રે થયો હતો. જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવી રહી છે. સાથે જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ હાઈવે પર થયો હતો.

પોલીસ ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. જો કે બસમાં આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી. પોલીસ ટીમે આ ઘટના અંગે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તેની માહિતી હજુ મળી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક જ રોડ પર એક બસમાંથી આગ નીકળતી જોવા મળી હતી. બસના મુસાફરો કંઈક સમજી શકે ત્યાં સુધીમાં આગ તેમનામાં ફેલાઈ ગઈ હતી અને તેઓ ઘેરાઈ ગયા હતા. બસના નાના દરવાજામાંથી મુસાફરોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. તેમજ બસમાં ઇમરજન્સી દરવાજો ન હતો જેથી મુસાફરો આવી સ્થિતિમાં મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા. કેટલાક ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. આ લક્ઝરી બસ ઔરંગાબાદથી નાસિક તરફ જઈ રહી હતી.

PM અને CMએ વ્યક્ત કર્યું દુઃખ

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, નાસિકમાં બસ દુર્ઘટનાથી દુઃખી. અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.

તે જ સમયે, દેશના ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું છે કે, ‘નાસિક (મહારાષ્ટ્ર)માં માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. હું આ ભયાનક દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું, ‘નાસિકમાં એક ભયાનક બસ દુર્ઘટનામાં 11 નાગરિકોના દુઃખદ મોત થયા. આ ઘટના ખૂબ જ કમનસીબ અને વિચાર શક્તિ બંધ કરી દે તેવી છે. આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવશે. અકસ્માતમાં જીવ ગુમાવનાર નાગરિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

Published On - 7:32 am, Sat, 8 October 22

Next Article