Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

|

Feb 28, 2022 | 5:28 PM

મુંબઈના કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી છે. વિક્રોલી કાંજુરમાર્ગ વિસ્તારના પૂર્વમાં આવેલા એન. જી. રોયલ પાર્ક વિસ્તારમાં આ આગની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ દસથી વધુ ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ગયા છે.

Mumbai Fire : મુંબઈના કાંજુરમાર્ગની એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Massive fire breaks out in Mumbai's Kanjurmarg building

Follow us on

મુંબઈના (Mumbai) કાંજુરમાર્ગ વિસ્તારમાં એક ઈમારતમાં ભીષણ આગ (Fire breaks out in Mumbai) ફાટી નીકળી છે. વિક્રોલી કાંજુરમાર્ગ (Vikroli Kanjurmarg) વિસ્તારના પૂર્વમાં આવેલી એન. જી. રોયલ પાર્ક સોસાયટીની બી વિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ દસથી વધુ ફાયર ફાઈટર (Firefighter) આગ પર કાબુ મેળવવા માટે પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ 11 માળની ઈમારતના નવમા અને દસમા માળે લાગી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, મુંબઈના વિક્રોલી-કાંજુરમાર્ગ ઈસ્ટ વિસ્તારમાં આવેલી આ ઈમારતમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. હાલ આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ બપોરે એક વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડે તેને લેવલ 2 ની આગ ગણાવી છે. ફાયર બ્રિગેડને લગભગ 1.15 કલાકે આગની માહિતી મળી હતી. પંદરથી વીસ મિનિટમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જાનહાનિના કોઈ અહેવાલ નથી

આ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિક્રોલી-કાંજુરમાર્ગ વિસ્તારના પૂર્વ ભાગમાં એનજી રોયલ પાર્ક બિલ્ડિંગ છે. આ ઇમારત અગિયાર માળની છે. સોમવારે બપોરે તેના નવમા અને દસમા માળે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ ઝડપથી ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર આ આગ લેવલ-2ની છે. ફાયર બ્રિગેડને લગભગ 1.15 કલાકે આગની માહિતી મળી હતી. આ પછી ફાયર બ્રિગેડની ટીમ છ ફાયર એન્જિન, ચાર જમ્બો ટેન્કર, બે વોટર ટેન્કર, એમ્બ્યુલન્સ અને અન્ય સાધનો સાથે પંદરથી વીસ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઓલવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.

આ પણ વાંચો :  યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા

Next Article