Mumbai : મુંબઈ પોલીસે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની જન આશિર્વાદ યાત્રાના આયોજકો અને ભાજપના કાર્યકરો સામે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆર (FIR) નોંધાવી છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે મુંબઈમાં નારાયણ રાણેની (Narayan Rane) જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી, તે દરમિયાન કોરોના નિયમોનો ભંગ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ પોલીસે આ કેસમાં ભાજપના કાર્યકરો સામે FIR નોંધાવી છે.
ભાજપના નેતા કેશવ ઉપાધ્યાયે મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી FIRને ખૂબ જ પક્ષપાતી ગણાવી છે, તેમણે આરોપ લગાવ્યો કે, શિવસેના (Shiv Sena) સહિત તમામ પક્ષોના નેતાઓ રાજ્યભરમાં રાજકીય કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ રહી છે. પરંતુ સત્તામાં હોવાને કારણે તેની સામે કોઈ કેસ એક્શન (Action) લેવામાં આવતા નથી. વધુમાં તેમણે કહ્યું કે, ભાજપની જન આશીર્વાદ યાત્રામાં સામેલ તમામ કાર્યકરોએ કોરોના પ્રોટોકોલનું યોગ્ય પાલન કર્યુ હતુ.
કાર્યવાહી બાદ પણ ભાજપ પીછેહઠ નહીં કરે : ભાજપના નેતા
ભાજપના નેતાએ જણાવ્યુ હતુ કે, જન આશીર્વાદ યાત્રાને લોકોનો ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્ય સરકારની કાર્યવાહી બાદ પણ ભાજપ પીછેહઠ નહીં કરે. જ્યારે મુંબઈ પોલીસના (Mumbai Police) પ્રવક્તા ચૈતન્ય સિરીપ્રોલુએ કહ્યું હતુ કે,”કોવિડ નિયમોનો ભંગ કરનાર ભાજપના કાર્યકરોને નોટિસ આપવામાં આવી રહી છે અને કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ચાર કેન્દ્રીય પ્રધાનોએ (Union Minister) ગુરુવારે મુંબઈથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી હતી. જેમાં નારાયણ રાણે તાજેતરમાં જ મોદી કેબિનેટમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં હંગામાને કારણે પીએમ મોદી તેમનો પરિચય આપી શક્યા નહોતા. ઉલ્લેખનીય છે કે, રાણેની જન આશિર્વાદ યાત્રામાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), ભાજપના નેતા પ્રવીણ દારેકર પણ સામેલ થયા હતા.
બાલસાહેબના સ્મારકને ગૌમૂત્રથી શુદ્ધ કર્યું
નારાયણ રાણે ગુરૂવારે બાલાસાહેબ ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે શિવસૈનિકોએ બાલસાહેબના સ્મારકને ગૌમૂત્રથી શુદ્ધ કર્યા અને તેને દૂધથી અભિષેક કર્યો હતો. તમને જણાવી દઈએ કે, રાણે સ્મારકની મુલાકાત કરે તે અગાઉ પણ શિવસેનાના કેટલાક નેતાઓ દ્વારા વિરોધ (Protest) કરવામાં આવ્યો હતો. રાણેની મુલાકાત બાદ શિવસેનાના સ્થાનિક કાર્યકર અપ્પા પાટીલે ઠાકરેને ગૌમૂત્રથી શુદ્ધ કર્યા હતા.