મૃત શ્વાનને ન્યાય અપાવવા માટે 8 વર્ષ સુધી કોર્ટમાં ચાલી લડાઈ, અંતે વીમા કંપનીએ ચૂકવ્યું 3 લાખનું વળતર

|

Dec 21, 2021 | 6:54 PM

હાઇવે પર અકસ્માતમાં એક શ્વાન મૃત્યુ પામ્યું હતું. શ્વાન તેના માલિકને પ્રિય હતો. તેના મૃત્યુથી તેના માલિક ઉમેશ ભાટકરને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેણે નક્કી કર્યું કે, તે તેના શ્વાન સાથે ન્યાય કરશે.

મૃત શ્વાનને ન્યાય અપાવવા માટે 8 વર્ષ સુધી કોર્ટમાં ચાલી લડાઈ, અંતે વીમા કંપનીએ ચૂકવ્યું 3 લાખનું વળતર
ફાઈલ ફોટો

Follow us on

હાઇવે પર અકસ્માતમાં એક શ્વાન મૃત્યુ પામ્યું હતું. શ્વાન તેના માલિકને પ્રિય હતો. શ્વાનના મૃત્યુથી તેના માલિક ઉમેશ ભાટકરને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેણે નક્કી કર્યું કે, તે તેના શ્વાન સાથે ન્યાય કરશે. તેણે પોતાના શ્વાન માટે ન્યાય મેળવવા માટે કોર્ટનો આશરો લીધો હતો. તેણે આઠ વર્ષ સુધી કોર્ટમાં લડાઈ લડી. અકસ્માત માટે જવાબદાર બસ ડ્રાઇવર અને વીમા કંપનીએ 3 લાખ ચૂકવવા પડ્યા હતા. આ લડાઈ પૈસા માટે નહોતી. માલિકને ખૂબ જ પ્રિય એવા શ્વાન માટે ન્યાય મેળવવાની લડાઈ હતી. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આ અનોખી ઘટના બની છે. શ્વાનનું નામ જોન હતું.

ચંદ્રપુર શહેરના તુકુમના રહેવાસી ઉમેશ ભાટકર 10 જાન્યુઆરી, 2013ના રોજ સવારે 6.30 વાગ્યે પોતાના 11 વર્ષના શ્વાન સાથે અયપ્પા મંદિર પાસે જઈ રહ્યા હતા. ત્યારે ગોપાલ દૂધ ડેરી પાસે એક લોડેડ સ્કૂલ બસે જોનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જ્હોનનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત મેસર્સ રહીમ ટ્રાવેલ્સની બસ નંબર MH 40 N 3766 સાથે થયો હતો.

આ પછી ભાટકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્હોનનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુરવાર થયું કે તેનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું. ભાટકરે દોષિત ટ્રાવેલ્સ કંપની સામે કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી. અંતે કોર્ટે વળતરનો આદેશ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

8 વર્ષ પછી મળ્યું વળતર

જ્હોનના મૃત્યુ પછી, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ, ચંદ્રપુરે અકસ્માત માટે વળતર આપવાનો આદેશ આપ્યો. જોન નામનો આ શ્વાન આરતી ઈન્ફ્રા કંપનીમાં કામ કરતો હતો. તેના બદલામાં માલિક ભાટકરને દર મહિને 8000 રૂપિયાનો પગાર મળતો હતો.

સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે જ્હોનનું મોત થયું હતું. આ કારણે ભાટકરને દર મહિને 8000 રૂપિયાનું નુકસાન થતું હતું. ભાટકરે બસના માલિક અને વીમા કંપની પાસેથી વળતરની માંગ કરી હતી. આ માટે તેણે ઘણી કોશિશ કરી પણ કોઈ ફાયદો થયો નહીં. આખરે તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ રીતે 8 વર્ષ સુધી કેસ ચાલ્યો અને આખરે ન્યાય મળ્યો.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Next Article