Dawood Money Laundering Case: દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની (NCP Nawab Malik) મુશ્કેલીઓ વધી રહી છે. નવાબ મલિક સામે કાર્યવાહી કર્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) એ મલિકના પરિવાર પર પણ કાર્યવાહી શરૂ કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકની દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકને 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.
ઉલ્લેખનીય છે કે નવાબ મલિક મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે અને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ બાદ ભાજપ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર તેમના રાજીનામા માટે માંગ કરી રહી છે. મંત્રી નવાબ મલિક પર કથિત મની લોન્ડરિંગ કેસમાં કનેક્શન હોવાનો આરોપ છે. આ સાથે તેના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત જમીન સોદામાં સામેલ હોવાનો આરોપ છે. હાલ ED અંડરવર્લ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. EDએ હાલમાં જ અંડરવર્લ્ડ વિરુદ્ધ કેસ નોંધીને ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. થોડા અઠવાડિયા પહેલા આ કેસમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ED summons Kaptan Malik, Nawab Malik’s brother in connection with Dawood Ibrahim money laundering case.
Nawab Malik has been remanded to ED custody till March 3, in the case
— ANI (@ANI) February 24, 2022
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ વચ્ચે લેવડદેવડ થઈ હોવાના કેટલાક મહત્વના પુરાવાઓમાંથી માહિતી મળી છે. આ પહેલા તપાસ એજન્સીની ટીમે NCP નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લા ચાર મહિનામાં કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા મલિક NCPના બીજા વરિષ્ઠ નેતા છે. અગાઉ, રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની અન્ય કથિત મની લોન્ડરિંગ કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : EDની કસ્ટડીમાં ગયા બાદ નવાબ મલિકનું રિએક્શન આવ્યું સામે, કહ્યું ‘અમારો જમાનો આવશે’
આ પણ વાંચો : Mumbai : જુહુ બંગલા કેસમાં અમિતાભ બચ્ચનને મોટી રાહત, કોર્ટે આપ્યો 2 અઠવાડિયાનો સમય