મુંબઈ: ઈન્ડિયાબુલ્સ ફાઈનાન્સ સેન્ટર પર EDના દરોડા, ઈન્ડિયાબુલ્સે કર્યો આ મોટો દાવો

ઈન્ડિયાબુલ્સ ગ્રૂપની કંપનીઓ સામે કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટરો દ્વારા આચરવામાં આવેલી અનિયમિતતાઓ માટે ભંડોળના કથિત દુરુપયોગ અને એકાઉન્ટિંગ અનિયમિતતા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.

મુંબઈ: ઈન્ડિયાબુલ્સ ફાઈનાન્સ સેન્ટર પર EDના દરોડા, ઈન્ડિયાબુલ્સે કર્યો આ મોટો દાવો
Indiabulls Finance Center (File Photo)
| Edited By: | Updated on: Feb 21, 2022 | 6:02 PM

Mumbai: EDએ મુંબઈમાં ઈન્ડિયાબુલ્સ ફાઈનાન્સ સેન્ટર (Indiabulls Finance Center) પર દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) 2014 અને 2020ની વચ્ચે કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટરો દ્વારા આચરવામાં આવેલી અનિયમિતતાઓ માટે ફંડની કથિત ગેરરીતિ અને એકાઉન્ટિંગ અનિયમિતતા માટે ઇન્ડિયાબુલ્સ જૂથની કંપનીઓ સામે કેસ નોંધ્યો હતો. તેમાં અગ્રણી કંપની ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ પણ સામેલ છે. છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો સામનો કરવા માટે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ 13 એપ્રિલે પાલઘર પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હતી.

EDએ 2021માં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો

EDનું આ સર્ચ ઓપરેશન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) હેઠળ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પ્રમોટર સમીર ગેહલોત, કેટલીક અન્ય સંબંધિત કંપનીઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલ ECIR પર આધારિત છે. EDએ એપ્રિલ 2021માં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તમને જણાવવુ રહ્યુ કે EDએ પાલઘરમાં FIRના આધારે કેસ નોંધ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કંપનીએ નાણાંનો દુરુપયોગ કર્યો હતો અને વધતી કિંમત માટે તેના શેરમાં રોકાણ કર્યું હતું.

ઈન્ડિયાબુલ્સે કર્યો આ દાવો

FIRમાં ફરિયાદીએ રિયલ એસ્ટેટ કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે જેમણે ઈન્ડિયાબુલ્સ પાસેથી લોન લીધી હતી અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગના શેરમાં પૈસા પાછા મોકલ્યા હતા. સાથે જ FIRમાં જણાવવામાં આવ્યું છે કે 2010 થી 2014 વચ્ચે કંપનીમાંથી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. EDએ પૂણે સ્થિત રિયલ એસ્ટેટ ફર્મના પ્રમોટરોને પણ તપાસ માટે તેમના નિવેદનો માટે પણ બોલાવ્યા હતા. તેણે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને ઈન્ડિયાબુલ્સ સાથે જોડાયેલી સંસ્થાઓ પાસેથી લોન લીધી હતી.

આ દરમિયાન, ઈન્ડિયાબુલ્સે દાવો કર્યો હતો કે સોમવારે સવારે દિલ્હી હાઈકોર્ટે કંપની સામેની તપાસ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. ઈન્ડિયાબુલ્સના વકીલોના જણાવ્યા અનુસાર તેમની સામે દિલ્હી હાઈકોર્ટનો આદેશ છે કે તેમની સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં ન આવે.

આ પણ વાંચો: Maharashtra: નાના પટોલેના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ, શિવસેના સાંસદ સંજય રાઉતે આપી આ પ્રતિક્રિયા