Maharashtra : શિવસેના નેતા અર્જુન ખોતકરના ઘરે EDના દરોડા, આ કૌભાંડ હેઠળ નેતાજી પર સંકજો કસાયો

|

Nov 27, 2021 | 5:31 PM

EDની ટીમે શુક્રવારે અર્જુન ખોતકરના ઘરે દરોડા પાડ્યા હતા. સવારે શરૂ થયેલી તપાસ રાત્રે બે વાગ્યા સુધી ચાલી હતી. જાલના સુગર મિલ કૌભાંડ મામલે નેતાજી પર સકંજો કસાયો છે.

Maharashtra : શિવસેના નેતા અર્જુન ખોતકરના ઘરે EDના દરોડા, આ કૌભાંડ હેઠળ નેતાજી પર સંકજો કસાયો
Arjun khotkar (File Photo)

Follow us on

Maharashtra :  શિવસેનાના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી અર્જુન ખોતકર (Arjun Khotkar)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના રડાર પર છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ (Kirit Somaiya)અર્જુન ખોતકર પર 100 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આ અંગે અર્જુન ખોતકરે પણ ખુલાસો કર્યો હતો.

પરંતુ તેના થોડા દિવસો બાદ જ EDએ અર્જુન ખોતકરના જાલના નિવાસસ્થાન અને તેની સાથે સંબંધિત જાલના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે,છેલ્લા કેટલાક દિવસોથી મહા વિકાસ આઘાડી સરકારના કેટલાક મંત્રીઓ અને નેતાઓ પર ED ના રડાર પર છે.

જાલના સુગર મિલ કૌભાંડમાં અર્જુન ખોટકરનો હાથ !

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

EDની ટીમ શુક્રવારે જાલનામાં (Jalna) અર્જુન ખોતકરના ઘરે પહોંચી હતી. સવારે શરૂ થયેલી તપાસ રાત્રે બે વાગ્યા સુધી ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે દરોડો પડ્યો ત્યારે અર્જુન ખોતકર ઘરે હાજર હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા EDએ જાલના કો-ઓપરેટિવ સુગર કંપનીના વેચાણ અને ખરીદી સાથે સંકળાયેલા બે ઉદ્યોગપતિઓ પર દરોડા પાડ્યા હતા. જે બાદ કિરીટ સોમૈયાએ અર્જુન ખોતકર પર કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

શું છે સમગ્ર મામલો ?

જાલનાની આ ફેક્ટરી અર્જુન ખોતકરના નજીકના સાથી જુગલકિશોર તાપડાને વેચવામાં આવી હતી. પરંતુ આ માટેના પૈસા અર્જુન સુગર મિલ (Arjun Sugar Mill) દ્વારા આપવામાં આવ્યા હતા. આ ફેક્ટરી 1984માં બનાવવામાં આવી હતી. આ દસ હજાર સભ્યોની માલિકીની વિશાળ કંપનીના વેચાણમાં કૌભાંડ થયાનો આક્ષેપ થયો છે. લાતુરના રહેવાસી માણિકરાવ જાધવે (Manikrav Jadhav) આ મામલે પહેલીવાર ફરિયાદ નોંધાવી હતી.

આ બાબત અન્ના હજારે, મેધા પાટકરે પણ ઉઠાવી છે. હવે આ મામલો ભાજપે ઉઠાવ્યો છે. આ કંપની પહેલા તાપડિયાએ અને પછી પદમાકર મુલેએ ખરીદી હતી. પરંતુ આ હોર્સ-ટ્રેડિંગની પ્રક્રિયામાં હેરાફેરીનો મામલો સામે આવ્યો હતો અને હવે ED દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો : વિદેશથી મુંબઈ આવનારાઓ માટે જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે, BMCનો નિર્ણય

આ પણ વાંચો : Photos : ફરવા માટે મહારાષ્ટ્રના આ હિલ સ્ટેશનો છે બેસ્ટ, એકવાર ટ્રિપ પ્લાન જરૂર કરો

Next Article