Maharashtra: છત્રપતિ શિવાજી પર વિવાદિત નિવેદનને લઈને વિધાનસભામાં હંગામો, રાજ્યપાલે અધુરું છોડ્યુ ભાષણ

જ્યારે રાજ્યપાલે સેન્ટ્રલ હોલમાં પોતાનું ભાષણ શરૂ કર્યું ત્યારે ભાજપ પક્ષે નવાબ મલિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગણી કરી. આ સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ પોતાનું સંબોધન પૂરું ન કરી શક્યા અને વિધાન ભવન છોડીને ચાલ્યા ગયા.

Maharashtra: છત્રપતિ શિવાજી પર વિવાદિત નિવેદનને લઈને વિધાનસભામાં હંગામો, રાજ્યપાલે અધુરું છોડ્યુ ભાષણ
Governor Bhagat Singh Koshyari (File Photo)
| Edited By: | Updated on: Mar 03, 2022 | 3:36 PM

Maharashtra: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું (Maharashtra Assembly) બજેટ સત્ર આજે હંગામા સાથે શરૂ થયુ. પ્રોટોકોલ મુજબ રાજ્યપાલના (Bhagat Singh Koshyari) અભિભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થાય છે, પરંતુ આજે મહાવિકાસ અઘાડી (MVA)ના ધારાસભ્યોએ ‘શિવાજી મહારાજ કી જય’ના ​​નારા લગાવીને સત્રની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ થોડા દિવસો પહેલા શિવાજી મહારાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. પરંતુ જ્યારે રાજ્યપાલે સેન્ટ્રલ હોલમાં પોતાનું ભાષણ શરૂ કર્યું, ત્યારે ભાજપ પક્ષે નવાબ મલિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગણી કરી. આ સૂત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલ પોતાનું સંબોધન પૂરું ન કરી શક્યા અને વિધાન ભવન છોડીને ચાલ્યા ગયા.

MVA ધારાસભ્યોએ રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

 

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે (Jayant Patil) ભાજપના ધારાસભ્યોના આ વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને તેની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે મહામહિમ રાજ્યપાલનું અપમાન છે. બજેટ સત્રની શરૂઆત તેમના ભાષણથી થાય છે, પરંતુ તેમને તેમનું ભાષણ પૂરું કરવા દેવામાં આવ્યું ન હતું, આ ખોટી વાત છે, આવું ક્યારેય બન્યું નથી. વરિષ્ઠ પત્રકાર સંજય જોગના જણાવ્યા અનુસાર આવું ક્યારેય બન્યું નથી કે જ્યાં રાજ્યપાલને તેમનું ભાષણ અધૂરું છોડવું પડ્યું હોય, હાલમાં રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભા આવતીકાલ સવાર સુધી સ્થગિત

 

આ પણ વાંચો : મોટા સમાચાર! મહારાષ્ટ્રના 14 જિલ્લા સંપૂર્ણ રીતે અનલૉક, કોરોનાકાળના તમામ પ્રતિબંધો હટ્યા, બાકીના જીલ્લાઓ માટે આ છે નિયમો

આ પણ વાંચો : Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી માટે રસીના બંને ડોઝની શરત યથાવત, મહારાષ્ટ્ર સરકારે દૂર કરી મૂંઝવણ