મુંબઈમાં રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનારા 700થી વધુ લોકો સામે દાખલ થયા કેસ

|

Nov 14, 2023 | 6:17 PM

મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટના આદેશનો અનાદર કરતા લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે નક્કી કરેલા સમય બાદ ફટાકડા ફોડનારા લોકો સામે કેસ દાખલ કર્યા છે અને કેટલાક લોકોને દંડ પણ ફટકાર્યો છે.

મુંબઈમાં રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનારા 700થી વધુ લોકો સામે દાખલ થયા કેસ
File Image

Follow us on

મુંબઈમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ દિવાળી પર મોડીરાત સુધી ફટાકડા ફોડવાના કેસમાં હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ તરફથી અત્યાર સુધી 784 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 806 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 734 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે જ પોલીસ સીસીટીવી દ્વારા મોડી રાત સુધી ફટાકડા ફોડનારા અન્ય લોકોની પણ ઓળખ કરી રહી છે.

દિવાળી પહેલા મુંબઈમાં વધતા હવાના પ્રદૂષણને જોતા બોમ્બે હાઈકોર્ટે એક જનહિતની અરજી પર જાતે જ સંજ્ઞાન લેતા સુનાવણી કરી હતી. હાઈકોર્ટે 12 તારીખે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોટવાની પરવાનગી આપી હતી પણ શહેરમાં દિવાળી પર મોડી રાત સુધી ફટાકડા ફોટવામાં આવ્યા.

મુંબઈમાં દિવાળી દરમિયાન ફટાકડાના કારણે અવાજનું સ્તર પણ વધારે નોંધાયુ

હાઈકોર્ટના આદેશનું પાલન ના થવા પર પોલીસ હવે નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોની ઓળખ કરી તેની સામે કેસ દાખલ કરી રહી છે અને દંડ પણ ફટકારી રહી છે. જો કે અત્યાર સુધી આ કેસમાં કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. મુંબઈમાં દિવાળી દરમિયાન ફટાકડાના કારણે અવાજનું સ્તર પણ વધારે નોંધાયુ છે. ગયા વર્ષે દિવાળી પર શહેરમાં અવાજનું સ્તર 109 ડેસિબલ હતુ, જે આ વખતે 117 ડેસિબલ નોંધાયુ છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કેમિકલવાળા ફટાકડા પણ ફોડવામાં આવ્યા

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં કેમિકલવાળા ફટાકડા પણ ફોડવામાં આવ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઝેરી કેમિકલવાળા કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવાની પરવાનગી નથી. હાલમાં મુંબઈના ઘણા વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 100-200ની વચ્ચે નોંધવામાં આવ્યું છે.

મુંબઈના ઘણા વિસ્તારોમાં વધ્યું AQIનું સ્તર

શનિવારે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 154 નોંધાયુ હતું, રાહતની વાત એ રહી કે વરસાદના કારણે પ્રદૂષણનું સ્તર ડાઉન થઈ ગયુ હતુ અને શહેરીજનોને સામાન્ય રાહત મળી હતી પણ દિવાળીના દિવસે થયેલી આતશબાજીએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે.

આ પણ વાંચો: મુંબઈની હવામાં 150 કરોડનો ધુમાડો, લોકો શ્વાસમાં લઈ રહ્યા છે ઝેરી હવા

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Next Article