અંતે મહારાષ્ટ્ર(Maharashtra) પણ કોરોના(કોવિડ-19)ની મહામારીમાંખી ધીરે ધીરે મુક્ત થઇ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થોડા દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 36 માંથી 19 જિલ્લા એવા છે જ્યાં કોરોના ચેપ(Infection)ના 50થી ઓછા સક્રિય કેસ છે.
રાજ્યના અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી. માહિતી અનુસાર, રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત સક્રિય કેસમાંથી 82.1 ટકા મુંબઈ, પુણે, અહમદનગર, થાણે, રાયગઢ અને નાસિક જિલ્લાના છે.જલગાંવ, નંદુરબાર, ધુલે, લાતુર, વાશિમ, ભંડારા, ગોંદિયા, ગઢચિરોલી, યવતમાલ, વર્ધા, બુલધાના, અમરાવતી, અકોલા, ચંદ્રપુર, જાલના, હિંગોલી, નાંદેડ અને પરભણીમાં કોરોના ચેપના 50 થી ઓછા સક્રિય કેસ છે. નંદુરબાર અને ધુળેમાં માત્ર એક જ કેસ બાકી છે.
અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે મુંબઈમાં 4186 સક્રિય કેસ, પુણેમાં 3194, અહેમદનગરમાં 2087, થાણેમાં 1690, રાયગઢમાં 672 અને નાશિકમાં 583 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં કોરોના ચેપના 15,119 સક્રિય કેસ છે.
બીજી વેવમાં લેવાયા મોટા પગલા
રાજ્ય સર્વેલન્સ ઓફિસર પ્રદીપ અવટેએ જણાવ્યું હતું કે, અમે કોવિડ-19 વાયરસના ચેપને અસરકારક રીતે નિયંત્રિત કર્યો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન, આ રાજ્યોમાં કેસ વધ્યા પછી વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેની અસર પણ જોવા મળી હતી. તેણે કહ્યું કે અમે ટેસ્ટિંગ વધાર્યું અને લોકોને જલદી હોસ્પિટલ લઈ ગયા.
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1193 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન રાજ્યમાં 39 લોકો સંક્રમિત થયા બાદ મૃત્યુ પામ્યા હતા. બુધવારે મુંબઈમાં પાંચ કોરોના સંક્રમિત લોકોના મોત નોંધાયા હતા. આ દરમિયાન મુંબઈમાં પણ કોરોનાના 319 નવા કેસ નોંધાયા છે.
રસીકરણની કામગીરી ઝડપી
કોરોનાને કાબુમાં રાખવા રાજ્યમાં રસીકરણ પર પણ ઝડપથી કામ ચાલી રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ 30 નવેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં 100 ટકા કોરોના રસીકરણનો ટાર્ગેટ અધિકારીઓને આપ્યો હતો. મુખ્યમંત્રીની સૂચના અનુસાર, આ સમય સુધીમાં લગભગ દરેક વ્યક્તિએ કોરોના રસીનો એક ડોઝ મેળવવો જોઈએ.
આ પણ વાંચોઃ Diwali 2021: દેશના આ શહેરમાં દિવાળીના બીજા દિવસે ફટાકડા ફોડવાની બદલે પતંગ ઉડાડવામાં આવે છે, જાણો કારણ
આ પણ વાંચો: Diwali 2021: આ 8 સેલેબ્સ પરિવાર માટે સુની રહેશે દિવાળીની ઉજવણી, જુઓ કોણ છે સામેલ