Breaking News : દેશ હચમચી જશે, મુંબઈમાં 14 આંતકીઓ ધૂસ્યા, 34 વ્હિકલમાં 400 કિલો RDX સંતાડ્યું છે, પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ

ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપ હેલ્પલાઇન પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ધમકીભર્યા સંદેશની તપાસ શરૂ કરી દીધી છે અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.

Breaking News : દેશ હચમચી જશે, મુંબઈમાં 14 આંતકીઓ ધૂસ્યા, 34 વ્હિકલમાં 400 કિલો RDX સંતાડ્યું છે, પોલીસને મળ્યો ધમકીભર્યો મેસેજ
| Edited By: | Updated on: Sep 05, 2025 | 4:12 PM

મુંબઈ પોલીસને મળેલા એક ધમકીભર્યો સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ‘લશ્કર-એ-જેહાદી’ નામના સંગઠનનું નામ લખેલું છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે 14 આતંકવાદીઓ શહેરમાં ઘુસી ગયા છે અને તેમણે 34 વાહનોમાં 400 કિલો આરડીએક્સ રાખ્યું છે, જે દેશને હચમચાવી નાખશે.

મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 14 આતંકવાદીઓ મુંબઈ શહેરમાં ઘુસી ગયા છે. આ સંદેશ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ પાસે 400 કિલો આરડીએક્સ પણ છે. તેમણે તે જુદા જુદા 34 વાહનમાં રાખવામાં આવ્યું છે. ધમકી ભર્યો સંદેશ મળ્યા બાદથી પોલીસ એલર્ટ છે.

અધિકારીએ કહ્યું કે, ગણેશ ઉત્સવના 10મા દિવસે અનંત ચતુર્દશી માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. દરમિયાન, ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપ હેલ્પલાઇન પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. તેમણે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચે ધમકીભર્યા સંદેશની તપાસ શરૂ કરી દીધી છે અને આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.

અધિકારીએ બીજું શું કહ્યું?

અધિકારીએ કહ્યું કે સંદેશ મોકલનાર વ્યક્તિએ તેમાં ‘લશ્કર-એ-જેહાદી’ નામના સંગઠનનું નામ લખ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે 14 આતંકવાદીઓ મુંબઈ શહેરમાં ઘૂસી ગયા છે અને 34 વાહનોમાં 400 કિલો RDX રાખ્યું છે, જે દેશને હચમચાવી નાખશે.

મુંબઈમાં 10 દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. શનિવારે શહેરના રસ્તાઓ પર ભીડ ઉમટી પડશે તે માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. પોલીસ આ સંદેશ કોણે મોકલ્યો છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે, તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીનાં પગલાં લઈ રહી છે.

અધિકારીએ કહ્યું કે મુખ્ય સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે પોલીસે મુંબઈવાસીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ ન કરવા અપીલ કરી છે.

મહાનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રને લગતા તમામ નાના મોટા સમાચાર વિગતે જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Published On - 4:10 pm, Fri, 5 September 25