Mumbai: કોરોના વાયરસના 683 નવા કેસ, એક દર્દીનું મોત, રિકવરી રેટ 97 ટકા

|

Dec 25, 2021 | 12:21 AM

Coronavirus in Mumbai: : મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 133,71,612 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા છે. સાથે જ શહેરમાં 14 ઈમારતોને સીલ કરવામાં આવી છે.

Mumbai: કોરોના વાયરસના 683 નવા કેસ, એક દર્દીનું મોત, રિકવરી રેટ 97 ટકા
corona virus in mumbai

Follow us on

MUMBAI : શુક્રવારે મુંબઈમાં કોરોના વાયરસના 683 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, એક વ્યક્તિએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 267 દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 7,69,433 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાંથી 7,47,258 દર્દીઓ સ્વસ્થ થયા છે. મુંબઈમાં હાલમાં કુલ 3227 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 16,368 દર્દીઓના મોત થયા છે.

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 40,472 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 133,71,612 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 97 ટકા છે. હાલ શહેરમાં 14 બિલ્ડીંગ સીલ કરાઈ છે.

7 દિવસ ક્વોરેન્ટાઇન ફરજિયાત

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાથે જ BMCએ નવો આદેશ જાહેર કર્યો છે. આ મુજબ, દુબઈથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેઓ મુંબઈના રહેવાસી છે તેઓએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ સાથે RTPCR ટેસ્ટ પણ જરૂરી છે. મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં રહેતા લોકોને જાહેર પરિવહનની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમના માટે અલગથી વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 20 નવા કેસ આવવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1410 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 12 લોકોના મોત થયા છે. આ સાથે, 868 દર્દીઓ સાજા થઈને તેમના ઘરે ગયા છે. મહારાષ્ટ્રમાં હાલમાં 8426 એક્ટિવ કેસ છે. ઓમિક્રોનના 20 નવા કેસ સાથે, હવે રાજ્યમાં નવા વેરીઅન્ટના 108 કેસ આવ્યા છે. જેમાંથી 54 લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે.

 

ઓમીક્રોનના જોખમ વચ્ચે રાત્રિ કર્ફ્યુ

ઓમિક્રોનના વધતા જતા કેસો બાદ મહારાષ્ટ્રમાં પણ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આજ રાતથી જ પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. નાઇટ કર્ફ્યુ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના કોઈપણ ભાગમાં 5 થી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં. સરકાર દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમજ કાર્યક્રમમાં નિયમોનો ભંગ કરવા બદલ આયોજકોને 50 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ માહિતી સંસદીય કાર્ય મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબે આજે વિધાનસભામાં આપી હતી.

આ પણ વાંચો :  Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

Published On - 12:00 am, Sat, 25 December 21

Next Article