Maharashtra Corona Update: રાજ્યમાં હાલ કોરોના કેસમાં (Corona Case) ક્રમશ ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે કોરોનાના કારણે 42 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 25,425 નવા કેસ નોંધાયા છે. તેમજ 36,708 લોકો કોરોનાથી સાજા થયા છે. આ નવા કેસ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસ (Corona Active Case) વધીને 2,87,397 થયા છે. તમને જણાવવુ રહ્યું કે કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકા હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.
બીજી તરફ મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં કોવિડ-19ના 1,858 નવા કેસ આવ્યા અને 13 દર્દીઓના મોત થયા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં રોજના 2000થી ઓછા કેસ આવી રહ્યા છે. નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 10,40,363 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 16,569 થઈ ગયો છે. ઉપરાંત બુધવારે 1,656 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 9,98,698 થઈ ગઈ છે.
Maharashtra reports 25,425 fresh COVID cases, 36,708 recoveries, and 42 in the last 24 hours
Active cases: 2,87,397 pic.twitter.com/Vt6JvEULlw
— ANI (@ANI) January 27, 2022
છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) ડેટા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2,86,384 નવા કેસ નોંધાયા છે, જ્યારે 573 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,03, 71,500 થઈ ગઈ છે.
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી રહી છે.
ઉપરાંત ગૃહ સચિવે કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની સાથે હવે ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે કોરોના સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા તમામ રાજ્યોમાં પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બની ગયું છે.
આ પણ વાંચો : Maharashtra: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે મુંબઈમાં બ્લેક ફંગસનો પગ પેસારો, 70 વર્ષની મહિલામાં જોવા મળ્યા લક્ષણ