કોરોનાએ મહારાષ્ટ્રને બાનમાં લીધું, બીડ જિલ્લામાં પણ 4 એપ્રિલ સુધી લોકડાઉન

|

Mar 24, 2021 | 4:30 PM

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુર, મુંબઇ અને પૂના ઉપરાંત બીડ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

કોરોનાએ મહારાષ્ટ્રને બાનમાં લીધું, બીડ જિલ્લામાં પણ 4 એપ્રિલ સુધી લોકડાઉન
Maharastra Lockdown File Image

Follow us on

Maharashtra ના બીડ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુર, મુંબઇ અને પૂના ઉપરાંત બીડ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ અગાઉ નાગપુરમાં પણ વહીવટીતંત્રે 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યુ પણ લાગુ છે. 10 દિવસના લોકડાઉન દરમિયાન બધા મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. આ ઉપરાંત તમામ શાળા-કોલેજો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાએ Maharashtra ને બાનમાં લીધું

આ ઉપરાંત ખાનગી કચેરીઓ બંધ રાખવા ઓર્ડર પણ જારી કરાયા છે અને કર્મચારીઓને શક્ય તેટલું ઘરથી કામ કરે તે અંગે સુચનાઓ આપવામાં આવી છે. જો કે આ સમયગાળા દરમિયાન દૂધ, દવા, શાકભાજી અને રેશન જેવી આવશ્યક ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલી રહેશે. કોરોનાએ મહારાષ્ટ્રને બાનમાં લીધું છે. જેમાં મંગળવારે રાજ્યમાં 28,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 132 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંકની સંખ્યા હવે 53,589 પર પહોંચી ગઈ છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Maharashtra થી પંજાબ સુધીના ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાગુ છે

મહારાષ્ટ્રમાં નાગપુર, પુણે, મુંબઇ, અહમદનગર, ઔરંગાબાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. મંગળવારે, બીએમસીએ હોળીને લઇને આદેશ જાહેર કર્યો હતો કે જાહેર સ્થળોએ તહેવારની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હાલ મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના 4 શહેરો પણ નાઇટ કર્ફ્યુ હેઠળ છે. જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરો પર પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબ સરકારે 12 જિલ્લામાં નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો છે. આ સિવાય દિવસમાં એક કલાક વાહનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના  વિદેશી વેરિયન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે

કોરોના વાયરસના ઝડપથી ફેલાતા નવા વિદેશી વેરિયન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે. જેમાં દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે  આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 795 પ્રકારો મળી આવ્યા છે. જ્યારે દેશમાં કોરોનાની બીજા વેવ વચ્ચે કોરોના નવા વેરોયન્ટએ  સરકારની ચિંતાઓ વધારી દીધી છે. દેશના ત્રણ રાજ્યોમાં કોરોનામાં લગભગ 75 ટકા સક્રિય કેસ છે અને આ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળ છે.

Published On - 2:54 pm, Wed, 24 March 21

Next Article