ત્રીજી લહેરના ભણકારા : મુંબઈમાં 216 દિવસ બાદ નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ, શું ફરીથી થશે લોકડાઉન ?

|

Dec 29, 2021 | 3:42 PM

મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો છે, 216 દિવસ બાદ મુંબઈમાં એક જ દિવસમાં 1377 કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે.

ત્રીજી લહેરના ભણકારા : મુંબઈમાં 216 દિવસ બાદ નોંધાયા રેકોર્ડ બ્રેક કેસ, શું ફરીથી થશે લોકડાઉન ?
Increase Corona Cases in Maharashtra

Follow us on

Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ (Second Wave)  ફરી એક વાર મહારાષ્ટ્રમાં કોરોનાએ (Covid 19) માથુ ઉંચક્યુ છે. રાજ્યમાં એક જ દિવસમાં 2172 નવા કોરોના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, 75 દિવસ બાદ એક સાથે આટલા દર્દીઓ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. બીજી તરફ મુંબઈમાં (Mumbai) કોરોનાએ પણ તાંડવ મચાવ્યુ છે.

રાજધાની મુંબઈમાં એક દિવસમાં 1377 કેસ સામે આવ્યા છે. 216 દિવસ બાદ મુંબઈમાં એક જ દિવસમાં આટલા કેસ નોંધાતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસમાંથી 63 ટકા દર્દીઓ માત્ર મુંબઈ શહેરના છે.ગયા અઠવાડિયે મુંબઈમાં(Mumbai)  એક ટકાથી પણ ઓછા કોરોના કેસ નોંધાયા હતા. હવે તે આંકડો વધીને ત્રણ ટકાની નજીક પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન સંબંધિત કડક નિયંત્રણો લાદે તેવી શક્યતા છે.

મુંબઈમાં કોરોનાએ સાત મહિનાનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મુંબઈમાં કોરોનાના કેસ વધવાના દરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. 25 ડિસેમ્બરે 735 કેસ નોંધાયા હતા. 28 ડિસેમ્બરે આ સંખ્યા વધીને 1377 થઈ ગઈ. આ આંકડો છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ છે. 26 મેના રોજ એટલે કે કોરોનાના બીજા લહેરની શરૂઆતમાં 1352 કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે સામે આવેલા કોરોના કેસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ કોરોના દર્દીઓમાંથી 63 ટકા માત્ર મુંબઈના છે.હાલ મુંબઈમાં કુલ 5 803 દર્દીઓ એક્ટિવ છે. 21 થી 27 ડિસેમ્બરની વચ્ચે મુંબઈમાં કોરોના ગ્રોથ રેટ(Growth Rate) વધીને 0.9 ટકા થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં 75 દિવસ બાદ સૌથી વધુ દર્દીઓ નોંધાયા

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સંક્રમિત લોકોની સંખ્યા ઘટી રહી છે. રાજ્ય સરકારે (Maharashtra Government) અનેક પ્રકારના નિયમો હળવા કર્યા હતા. પરંતુ છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસ બમણી ઝડપે વધવા લાગ્યા છે. ગયા અઠવાડિયે, દૈનિક કોરોનાના કેસ હજાર સુધી પહોંચ્યા. પરંતુ આ સપ્તાહની શરૂઆતમાં આ સંખ્યા બે હજારને વટાવી ગઈ છે.ત્યારે 75 દિવસ બાદ અચાનક કોરોના કેસમાં વધારો થતા રાજ્યમાં લોકડાઉન સંબધિત કડક નિયમો લાદવામાં આવે તો નવાઈ નહી.

આ પણ વાંચો : માલેગાંવ વિસ્ફોટકાંડ : ‘મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું’, NIA સ્પેશિયલ કોર્ટમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો

આ પણ વાંચો : Maharashtra: મનમાડ પાસે કિસાન એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, પૂણે તરફની રેલ સેવા પ્રભાવિત

Next Article