મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના વિવાદાસ્પદ નિવેદન બાદ મંગળવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આ મુદ્દો સોશિયલ મીડિયાની (Social media) દુનિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં ટ્વિટર પર #ArrestUddhavThackrey ખુબ ટ્રેન્ડ થઈ રહ્યુ છે.
એક ટ્વિટર યુઝરે આ મુદ્દે કટાક્ષ કરતા લખ્યુ કે,”આપણા દેશના નેતાઓ કેટલા સંસ્કારી છે, તેનો અંદાજ આ વિવાદ પરથી લગાવી શકાય છે. ઉપરાંત નેતાઓ(Leader) વચ્ચે વેરની ભાવના કેટલી પ્રવર્તે છે, તેનો અંદાજ પણ લગાવી શકાય છે.” જ્યારે અન્ય કેટલાક યુઝર્સ (Users) લખ્યુ કે, કોઈની સાથે દુર્વ્યવહાર કરવો ચોક્કસપણે ખરાબ છે અને વેર લઈને આપણે આપણી જાતને ખરાબ કરીએ છીએ, આ કિસ્સામાં પણ આવું જ થઈ રહ્યું છે.”
જુઓ લોકોની પ્રતિક્રિયા
Meanwhile yogi ji to Uddhav Thackeray 😈#ArrestUddhavThackrey pic.twitter.com/nSMCsjpy0j
— अभिषेक कुमार सिंह 🇮🇳 (@as17756) August 24, 2021
Penguine Army ….
Quack Quack 🐧#ArrestUddhavThackrey— Gaurav Goel (@goelgauravbjp) August 24, 2021
Trending no 1!
Fascist government 🤬🐖😶!Unbreakable SSRIANS 💥
NOW👇 ! BUT WHO WILL?#arrestuddhavthackrey pic.twitter.com/hGKpRbh6qC
— ManojNayak- #SSR @itsSsr ✊🇮🇳! #Justice4SSR💔😓! (@itsNayakSsr) August 24, 2021
લોકો આ વિવાદ પર સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં કેટલાક લોકો રાણેના વલણને ખોટું ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકોએ ઉદ્ધવ ઠાકરેની ધરપકડ કરવાની માંગ કરી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર #ArrestUddhavThackrey ખુબ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. આ હેશટેગ સાથે લોકો પોલીસ પર ઉગ્ર રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
નારાયણ રાણેની વધી મુશ્કેલી
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલી વધી રહી છે. મંગળવારે મુંબઈ પોલીસે (Mumbai police) સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે દુર્વ્યવહાર કરવા બદલ તેની ધરપકડ કરી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. ત્યારે હવે નાસિક પોલીસે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને તેમની વિરુદ્ધ FIRના સંદર્ભમાં નોટિસ મોકલી છે, જેમાં તેમને 2 સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચો: Narayan Rane : નિતેશ રાણેએ ફિલ્મી અંદાજમાં શિવસેનાને આપી ચેતવણી !
આ પણ વાંચો: Narayan Rane Bail : નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, ‘જન આશિર્વાદ યાત્રા’ ગુરુવારથી થશે શરૂ
Published On - 1:46 pm, Wed, 25 August 21