Maharashtra : CM ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો બેઠકમાં ક્યા મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા

|

Aug 27, 2021 | 8:59 AM

CM ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની (Political Party) બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક સરકારી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાશે.

Maharashtra : CM ઠાકરેએ આજે ​​તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો બેઠકમાં ક્યા મુદ્દા પર કરવામાં આવશે ચર્ચા
Devendra fadnavis and Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra :  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackery) તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મુખ્યત્વે OBC અને અન્ય અનામતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે,પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadanvis)પણ આ બેઠકમાં હાજરી આપશે. ગુરૂવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપવામાં આવી છે. જેથી હવે ગ્રુપ A અને ગ્રુપ B ના અધિકારીઓના મૃત્યુ પર કુટુંબના સભ્યોને પણ નોકરી આપવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત

શુક્રવારે બોલાવવામાં આવેલી તમામ રાજકીય પાર્ટીઓની બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક શુક્રવારે સવારે 11 વાગ્યે સરકારી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે યોજાશે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ અધિકારીઓને મોટી રાહત આપી છે. હાલમાં, સરકારી સેવામાં ગ્રુપ C અથવા ગ્રુપ D ના કર્મચારીના મૃત્યુ પર, તેના પરિવારના એક સભ્યને સરકારી સેવામાં નિમણૂક આપવામાં આવે છે. પરંતુ હવેથી રાજ્ય કેબિનેટે હવે ગ્રુપ A અને ગ્રુપ Bના અધિકારીઓના કિસ્સામાં પણ આ નીતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોરોના દરમિયાન ઘણા અધિકારીઓના મૃત્યુ બાદ આ માંગ ઉઠી હતી

કોરોના સમયે ઘણા અધિકારીઓના મૃત્યુ બાદ અધિકારીઓના સંગઠનો તરફથી માંગ કરવામાં આવી હતી કે તેમના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે, જેથી કેબિનેટ બેઠકમાં(Cabinet meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ હતુ કે,”આગામી સમયમાં 1200 ડોક્ટરોની ભરતી કરવામાં આવશે.” આ સાથે 7,000થી વધુ પેરામેડિકલ સ્ટાફની (Peramedical Staff)પણ ભરતી કરવામાં આવશે.”

તમને જણાવી દઈએ કે, કેબિનેટની બેઠકમાં આશા કામદારોના પગારમાં 1500 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તેનાથી 71 હજાર આશા વર્કરોને ફાયદો થશે. આ માટે અંદાજે 275 કરોડ રૂપિયા બજેટમાં (Budget)સામેલ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો:  Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

Published On - 8:57 am, Fri, 27 August 21

Next Article