શિવસેનાના નામ અને નિશાન પર કોનો હક? આ નિર્ણય થવાનો હજુ બાકી છે. ઠાકરે અને શિંદે જૂથે પોતાના લેખિત જવાબ કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપી દીધા છે. પંચનો નિર્ણય આવ્યા પહેલા મુખ્યપ્રધાન એકનાથ શિંદે પોતાના જૂથના તમામ 40 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યની તાત્કાલિક મિટિંગ બોલાવી છે. કયા મુદ્દાને લઈ આ મીટિંગ બોલાવવામાં આવી છે, તે જણાવવામાં આવ્યું નથી પણ રાજકીય માહોલ ગરમાયો છે. ગુવાહાટી ગયા બાદ પ્રથમ વખત શિંદે જૂથ અને તેના સમર્થક તમામ 50 ધારાસભ્યોની એક સાથે મિટિંગ થઈ રહી છે.
બપોરના સમયે આ મિટિંગનો પ્લાન કરવામાં આવ્યો છે. શિવસેનાના ચૂંટણી ચિન્હ અને પાર્ટીના હકને લઈ ચૂંટણી પંચના નિર્ણય પહેલા બોલાવવમાં આવેલી આ મિટિંગને ખુબ જ મહત્વની માનવામાં આવે છે. આ મિટિંગના કારણો અને તેને લગતા મુદ્દાઓને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સંત તુકારામની પત્ની પર વિવાદાસ્પદ નિવેદન કરીને ફસાયા બાગેશ્વર મહારાજ, હાથ જોડીને માંગી માફી
કેન્દ્રીય ચૂંટણી પંચે શિંદે જૂથના પક્ષમાં નિર્ણય આપ્યો ત્યારે કોઈ મુશ્કેલી નહીં પણ જો તેની વિરૂદ્ધ નિર્ણય આપ્યો તો આગળની રણનીતિ શું હશે? આ મિટિંગમાં ચર્ચા જરૂર થશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના 16 ધારાસભ્યોને જો અયોગ્ય ઠેરવ્યા તો શિંદે જૂથનો આગળનો પ્લાન શું હશે? તે પણ ચર્ચાનો મહત્વનો મુદ્દો હશે.
તે સિવાય મિટિંગમાં પૂણેના કસબા અને પિંપરી ચિંચવડની વિધાનસભા પેટાચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા પર સહમતિને લઈને પણ વાત થશે. મિટિંગ દરમિયાન મહારાષ્ટ્રની 5 વિધાનપરિષદની સીટોના પરિણામ પણ સાફ થઈ જશે. તેના પરિણામને લઈને પણ ચર્ચા થશે.
મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબ થવાને કારણે પણ ઘણા ધારાસભ્યોમાં અસંતોષ છે. તે મંત્રી પદ મેળવવાની રેસમાં છે પણ મંત્રીમંડળમાં વિસ્તરણને લઈ સતત સમય લાગી રહ્યો છે. ધારાસભ્ય બચ્ચુ કડુએ માંગ કરી છે કે જો કોઈ મુશ્કેલી છે તો જણાવવામાં આવે. તેથી આ મિટિંગમાં આ વાત પર પણ ચર્ચાની સંભાવના છે.