Maharashtra: મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે CBI ને 100 કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું(Anil Deshmukh) નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અનિલ દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
કોર્ટના વિશેષ ન્યાયાધીશ આર એન રોકડેએ સોમવારે તપાસ એજન્સી CBI ને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે, દેશમુખ હાલ આર્થર જેલમાં બંધ છે.
3 માર્ચથી CBI અધિકારીને અનિલ દેશમુખને મળવાની મંજૂરી આપવામાં આવી છે.સીબીઆઈના અધિકારીઓ આગામી ત્રણ દિવસ સુધી તેમને મળી શકે છે. જો કે સીબીઆઈ અધિકારીઓ એકલા દેશમુખનું નિવેદન નોંધશે નહીં. અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યુ હતુ. જો કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.પરમબીર સિંહે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આક્ષેપો કર્યા હતા. જે બાદ ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.હાલ એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે જો તેમની તપાસમાં કંઈક સામે આવે તો FIR પણ નોંધાઈ શકે છે.
મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે બરતરફ કરાયેલા પોલીસકર્મી રિયાઝુદ્દીન કાઝીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કાઝીએ ગયા વર્ષે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક એક વાહનમાં વિસ્ફોટકો મળવા અને મનસુખ હિરેનની હત્યામાં તેની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : NCB Team: આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું, તે તેના નેટવર્કનો ભાગ નહોતો