Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

|

Aug 26, 2021 | 2:00 PM

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Narayan rane (File Photo)

Follow us on

Maharashtra :  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackery)વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કરવાના કેસમાં જામીન પર મુક્ત થયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ગુરુવારે અચાનક તબિયત લથડી હતી. માહિતી અનુસાર, તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને રાણેએ નિવેદન આપ્યું હતું. આ  વિવાદાસ્પદ નિવેદન બાદ શિવસેના (Shiv Sena) કાર્યકરો દ્વારા FIR નોંધવામાં આવી હતી.જેમાં મંગળવારે મુંબઈ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, જો કે રાત્રે રાયગઢ જિલ્લાની મહાડ કોર્ટ (Mahad Court) દ્વારા તેને શરતી જામીન મળ્યા હતા.ઉપરાંત નારાયણ રાણેને 30 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સ્વાસ્થ્યને કારણે રાણેને જામીન મળ્યા હતા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યુ હતુ કે, 17 સપ્ટેમ્બર સુધી નાસિકમાં નોંધાયેલી FIR પર કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ. આ સાથે પુણેમાં નોંધાયેલા કેસની સુનાવણી પણ મુલતવી રાખવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ તેની જામીન અરજી માત્ર સ્વાસ્થ્યના કારણોસર મંજૂર કરવામાં આવી હતી.

 જામીન મળતા ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી

મહાડ કોર્ટ દ્વારા નારાયણ રાણેને શરતી જામીન મળ્યા હતા.નારાયણ રાણેને જામીન મળ્યાના સમાચાર બાદ ભાજપના સમર્થકોએ સિંધુદુર્ગમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉપરાંત મહાડ કોર્ટમાં ભેગા થયેલા ભાજપના કાર્યકરોએ પણ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.તમને જણાવી દઈએ કે, નારાયણ રાણેને જામીન મળતા ભાજપ દ્વારા ગુરૂવારથી “જન આશીર્વાદ યાત્રા” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

 

 

આ પણ વાંચો : Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

આ પણ વાંચો :  Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

Published On - 1:17 pm, Thu, 26 August 21

Next Article