
તેમ એવું ઘણી વખત સાંભળ્યું હશે કે, રસ્તામાં કે પછી કોઈ માર્કેટમાં ચેઈન સ્નેચિંગની ઘટના બની હોય પરંતુ આજે અમે એક એવી ઘટના વિશે વાત કરીશું જ્યાં 8 હજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર હતો. તેમ છતાં 1 , 2 લાખ નહી પરંતુ 25 થી 30 લાખના સોનાના ઘરેણાની ચોરી થઈ છે. બારામતીમાં જ્યારે લાખો લોકો નેતા અજિત પવારને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક ચોરે આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. તેમજ ચોરીને મોટો અંજામ આપ્યો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન ચેન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતુ.
બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં તેમના પાર્થિવ દેહનો સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ખુણે ખુણેથી લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે બારામતી પહોંચ્યા હતા, અને સમગ્ર શહેરમાં શોક છવાઈ ગયો હતો.
આ ભીડનો લાભ ઉઠાવી ચોરે લોકોને નિશાન બનાવ્યા હતા. તેમજ અંદાજે 15 લોકોના ગળામાંથી સોનાના ચેનની ચોરી કરી હતી. ચોરી કરેલા ઘરેણાની કિંમત 25 થી 30 લાખ રુપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક સંદિગ્ધ ચોરોએ નાગરિકોને રંગે હાથ ઝડપી લીધી હતા. જ્યારે કેટલાક આરોપીઓને પોલિસને સોંપવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ છે કે, તે દિવસે બારમતીમાં અંદાજે 8 હજાર પોલીસકર્મચારીનો કાફલો તૈનાત હતો. તેમ છતાં આટલી મોટી ચોરી થઈ છે. જેથી પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પીડિત નાગરિકોની ફરિયાદ પર બારામતી તાલુકા પોલીસમાં કેસ નોંધાયા છે.
પોલીસે મોહમ્મદ યુનુસ, રાજકુમાર આઠવલે,એઝાઝ મિરવલે, મોહમ્મદ સિરાજ, બાલુ બોત્રે સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તમામ આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. એક બાજુ જ્યાં અજિત પવારના અંતિમ સંસ્કાર દરમિયાન માહૌલ ભાવુક હતો. તો બીજી બાજુ ચોરોના કાફલાએ લોકોના ગળામાંથી સોનાની ચેનની ચોરી કરી હતી. આ ઘટનાથી બારામતી શહેરમાં નારાજગી ફેલાય છે.