બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને કરોડો દિલોની ધડકન સમાન ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં જ અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ. મુંબઈમાં બપોરે તેની કારનો અકસ્માત થયો હતો. જુહુમાં ઐશ્વર્યા રાય બચ્ચનના ઘર પાસે બેસ્ટની બસ તેની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જોકે આ અકસ્માત બહુ મોટો નહોતો. આ સિવાય સૂત્રોને ટાંકીને એવો પણ ખુલાસો થયો છે કે, અકસ્માત થયો ત્યારે ઐશ્વર્યા રાય કારમાં હાજર ન હતી. અભિનેત્રીના ચાહકો તેની તબિયતને લઈને ચિંતિત હતા પરંતુ હાલમાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાય બચ્ચનની 1.5 કરોડ રૂપિયાની મોંઘી કાર, સિલ્વર ટોયોટા વેલફેર, મુંબઈના જુહુમાં રોડ પર BESTની એક બસ સાથે અથડાઈ હતી. રાહતની વાત એ હતી કે ટક્કર ખૂબ જ નાની હતી અને અભિનેત્રીની કારને બહુ મોટુ નુકસાન થયું ન હતું. પરંતુ જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ઐશ્વર્યા રાયના ચાહકો અભિનેત્રીને લઈને ચિંતિત હતા અને કારની અંદર કોણ હતું તે અંગે કોઈ માહિતી મળી નથી.
હવે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જે કારમાં અકસ્માત થયો તે કારમાં ના તો ઐશ્વર્યા કે ના તો બચ્ચન પરિવારનો કોઈ સભ્ય હતો. આ ઘટનામાં કોઈ મોટું નુકસાન કે ઈજા થઈ નથી. તેની કાર અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઐશ્વર્યા રાય બચ્ચનના ચાહકો પણ તેની કાર અકસ્માતના સમાચારથી ચિંતિત બની ગયા હતા. જોકે, અભિનેત્રી સુરક્ષિત છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. ઐશ્વર્યાના કાર અકસ્માતનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- શું કોઈને કંઈ થયું છે? અન્ય એક વ્યક્તિએ લખ્યું- આ બસ સાથે ઘણા લોકોના અકસ્માત થાય છે પરંતુ કોઈ પગલાં લેતું નથી. આ સિવાય ચાહકો પણ અભિનેત્રી માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.