Maharashtra: બોમ્બે હાઈકોર્ટે કહ્યું ‘પહેલી પત્નીના મૃત્યુ બાદ બીજી પત્નીને પેન્શન ન મળે’, જાણો શું છે મામલો

|

Feb 17, 2022 | 4:24 PM

બીજી પત્નીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તે મહાદેવના ત્રણ બાળકોની માતા છે અને સમાજને આ લગ્નની જાણ છે. આથી તે પેન્શન મેળવવા માટે હકદાર છે.

Maharashtra: બોમ્બે હાઈકોર્ટે કહ્યું પહેલી પત્નીના મૃત્યુ બાદ બીજી પત્નીને પેન્શન ન મળે, જાણો શું છે મામલો
Bombay High Court (File Photo)

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) બુધવારે જણાવ્યું હતુ કે, જો પ્રથમ લગ્નને કાયદાકીય રીતે રદ કર્યા વિના બીજા લગ્ન (Wedding) કરવામાં આવે તો બીજી પત્ની તેના મૃત પતિના પેન્શન માટે હકદાર બની શકે નહીં. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે, અરજદારને પેન્શન નહીં આપવાનો રાજ્ય સરકારનો (Maharashtra Govt) નિર્ણય યોગ્ય છે.

 કોર્ટે શામલ ટાટેની અરજીને ફગાવી

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે કહ્યુ હતુ કે કાયદાકીય રીતે માન્ય પત્ની જ પેન્શન મેળવવા માટે હકદાર છે. આ સાથે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ એસ.જે. કાથાવલ્લા અને જાધવની ડિવિઝન બેન્ચે પેન્શન લાભો આપવાના સરકારના આદેશને પડકારતી સોલાપુરના રહેવાસી શામલ ટાટેની અરજીને ફગાવી દીધી હતી.

ટાટેએ 2019માં હાઈકોર્ટનો સંપર્ક કર્યો

હાઈકોર્ટના આદેશ અનુસાર ટાટેના પતિ મહાદેવ સોલાપુર જિલ્લા કલેક્ટર ઓફિસમાં પટાવાળા તરીકે કામ કરતા હતા અને 1996માં તેમનું અવસાન થયું હતું. જ્યારે મહાદેવે તેની બીજી પત્ની સાથે લગ્ન કર્યા ત્યારે તે સમયે તેના અગાઉના લગ્ન પણ યથાવત હતા. મહાદેવની પહેલી પત્નીનું કેન્સરને કારણે અવસાન થયા બાદ બીજી પત્ની ટાટેએ રાજ્ય સરકારને પત્ર લખીને વિનંતી કરી હતી કે મહાદેવનું બાકીનું પેન્શન તેમને ચૂકવવામાં આવે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ખૂબ વિચાર-વિમર્શ બાદ રાજ્ય સરકારે 2007 અને 2014 વચ્ચે ટાટે દ્વારા દાખલ કરાયેલી ચાર અરજીઓને ફગાવી દીધી હતી. જે બાદ ટાટેએ 2019માં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

બીજી પત્નીએ સરકારના નિર્ણયને પડકાર્યો

બીજી પત્નીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ટાટે મહાદેવના ત્રણ બાળકોની માતા છે અને સમાજને આ લગ્નની જાણ છે. આથી તે પેન્શન મેળવવા માટે હકદાર છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ પ્રથમ લગ્ન કાયદેસર રીતે રદ ન થાય ત્યાં સુધી બીજા લગ્ન માન્ય નથી.

ભાગીદારો એકબીજાને નિષ્ફળ લગ્નમાં રહેવા દબાણ કરી શકતા નથી

કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે કોઈ પુરુષ અથવા સ્ત્રી તેના પતિ અથવા પત્નીને નિષ્ફળ લગ્નમાં ચાલુ રાખવા માટે દબાણ કરી શકે નહીં. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આવા સંબંધમાં પરસ્પર સંમતિથી છૂટાછેડાનો ઇનકાર કરવો ક્રૂરતા સમાન છે. અલગ રહેતા પતિ-પત્નીની અરજી પર હાઈકોર્ટ સુનાવણી કરી રહી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : શિવસેના નેતા રઘુનાથ કુચિકની વધી મુશ્કેલી, બળાત્કારના આરોપમાં કુચિક વિરુદ્ધ FIR દાખલ

Next Article