‘બાળકના વિકાસ માટે માતાનો પ્રેમ અને પિતાની સંભાળ બંને જરૂરી’, મળવાના અધિકાર પર થઈ ચર્ચા, બોમ્બે હાઈકોર્ટે આપ્યું નિવેદન

|

May 26, 2022 | 7:19 PM

ફેમિલી કોર્ટે પિતાને રાતોરાત બાળકને મળવાની મંજૂરી આપી હતી. જેને બાળકની માતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

બાળકના વિકાસ માટે માતાનો પ્રેમ અને પિતાની સંભાળ બંને જરૂરી, મળવાના અધિકાર પર થઈ ચર્ચા, બોમ્બે હાઈકોર્ટે આપ્યું નિવેદન
Bombay High Court

Follow us on

દરેક બાળકના યોગ્ય વિકાસ માટે માતાપિતા બંનેના પ્રેમ અને સમર્થનની જરૂર હોય છે. માતાનો પ્રેમ જેટલો જરૂરી છે તેટલો જ પિતાનો સાથ પણ જરૂરી છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) આ મત આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે આ ટીપ્પણી પત્નીની કસ્ટડીમાં રહેલા બાળકને (Child Custody) પિતાને મળવાની મંજૂરી આપતા કરી છે. અગાઉ ટ્રાયલ કોર્ટે બાળકના પિતાને રાતે મળવાની મંજૂરી આપી હતી. બાળકની માતાએ આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ જ કેસની સુનાવણીમાં જસ્ટિસ મિલિંદ જાધવની બેન્ચે પિતાને બાળકીને રાતોરાત મળવાની મંજૂરી આપતાં આ મત વ્યક્ત કર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે બાળકના યોગ્ય વિકાસ માટે માતા અને પિતા બંને તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે તે જરૂરી છે અને માતા સિવાય પિતાએ પણ તેની એટલી જ કાળજી લેવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે બાળકની કસ્ટડી સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા અન્ય કોઈ મુદ્દાને જોવાને બદલે એ જોવાની જરૂર છે કે બાળક તેના માતા-પિતાને કેટલો પ્રેમ કરે છે.

પતિ-પત્નીના ઝઘડા પોતાની જગ્યાએ છે, વધુ મહત્ત્વ બાળકના વિકાસનું

બોમ્બે હાઈકોર્ટે પોતાનો મત આપતાં કહ્યું, ‘આ કેસમાં સામેલ બંને પક્ષોએ યાદ રાખવું જોઈએ કે બાળકનો વિકાસ બંનેની જવાબદારી છે. જો બંને સાથે મળીને આ જવાબદારી નિભાવે તો તે એક આદર્શ સ્થિતિ છે. પરંતુ જો કોઈ કારણસર બંનેને અલગ થવું પડે તો પણ તેમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમની પ્રથમ પ્રાથમિકતા અને ધ્યાન બાળકના ઉછેર અને વિકાસ પર કેન્દ્રિત હોવું જોઈએ. આ માટે બાળકને પ્રેમ અને કાળજી બંનેની જરૂર છે. સાથે જ એ પણ જરૂરી છે કે બાળક આ બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકે. આ સમયે બંને પક્ષોના પોતાના વિવાદો પર ધ્યાન આપવા કરતાં બાળકના વિકાસ પર વધુ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રીતે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. આ કેસમાં પતિ-પત્નીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. બંનેએ 2016માં છૂટાછેડા લીધા હતા. બાળકનો જન્મ 2015માં થયો હતો. કેસની સુનાવણી દરમિયાન ફેમિલી કોર્ટે પિતાને બાળકને મળવાની મંજૂરી આપી હતી. જે નિર્ણયને બાળકની માતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

Published On - 7:18 pm, Thu, 26 May 22

Next Article